તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rahul Tewatia, Who Hit 5 Sixes In An Over In IPL 2020, Got Engaged And Shared A Photo With His Fianc રિe Riddhi On Twitter.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ઇનિંગ્સ:IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ મારનાર રાહુલ તેવટિયાએ સગાઈ કરી, સોશિયલ મીડિયા પર ફિયાન્સી રિદ્ધિ સાથેનો ફોટો શેર કરીને જાણકારી આપી

એક મહિનો પહેલા
લવબર્ડ્સ રાહુલ અને રિદ્ધિ. - Divya Bhaskar
લવબર્ડ્સ રાહુલ અને રિદ્ધિ.

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ બુધવારે રિદ્ધિ પનુ સાથે સગાઈ કરી છે. રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સગાઈ વિશે જાણકારી આપી. તેણે લખ્યું, "3-2-2021. (રિંગ ઈમોજી). (હાર્ટ ઈમોજી)." રિદ્ધિ વ્યવસાયે શું કરે છે તે અંગે હજી જાણકારી મળી નથી. તેણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. તેમાં માત્ર એક જ પોસ્ટ છે, જે તેણે આજે સગાઈની જાહેરાત કરવા કરી છે.

એક ઓવરમાં પાંચ સિક્સ મારીને લાઈમલાઈટમાં આવ્યો
રાહુલ IPL 2020ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી રમતાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં લાઈમલાઈટમાં આવ્યો હતો. તેણે શારજાહ ખાતે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલની બોલિંગમાં એક ઓવરમાં સતત 5 સિક્સ મારીને પંજાબને 224 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં મેચ જિતાડી હતી.

મંગેતર રિદ્ધિ સાથે રાહુલ.
મંગેતર રિદ્ધિ સાથે રાહુલ.
સગાઈ દરમિયાન રાહુલ અને રિદ્ધિ.
સગાઈ દરમિયાન રાહુલ અને રિદ્ધિ.

નીતિશ રાણા હાજર રહ્યો હતો
રાહુલે 3 ફેબ્રુઆરીએ નજીકના મિત્રોની હાજરીમાં રિદ્ધિ સાથે સગાઈ કરી. આ એંગેજમેન્ટમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પ્લેયર નીતિશ રાણા પણ હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, હાર્દિક પંડ્યા અને જયદેવ ઉનડકટે લગ્ન કર્યા છે. રાહુલ ક્યારે લગ્ન કરશે તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી.

રાજસ્થાન રોયલ્સે રાહુલને રિટેન કર્યો
IPLની 14મી સીઝન માટે રાહુલ રાજસ્થાન માટે રમવાનું ચાલુ રાખશે. IPL ઓક્શન પહેલાં ફ્રેન્ચાઈઝે તેને રિટેન કર્યો છે. રાહુલે IPL 2020માં 42.50ની એવરેજ અને 139.34ની સ્ટ્રાઇક રેટથી 255 રન કર્યા હતા. તેમજ બોલ સાથે પણ યોગદાન આપતાં 7.09ની ઈકોનોમીથી રન આપીને 10 શિકાર કર્યા હતા.

2014થી IPLમાં જોડાયો
તેવટિયાએ IPL રમવાની શરૂઆત 2014માં કરી હતી. તે અત્યાર સુધીમાં 3 ટીમ માટે રમ્યો છે. 2014માં તેને રાજસ્થાન રોયલ્સે લીધો હતો, તે પછી 2017માં કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયો હતો. ત્યારબાદ બે વર્ષ માટે દિલ્હી કેપિટલ્સે તેનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. 2020માં તે ફરી રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યો હતો. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હરિયાણા માટે રમે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો