• Gujarati News
  • Sports
  • Cricket
  • Rahul Made A Lot Of Mistakes In Johannesburg, The Team Did Not Win A Single Trophy As Captain In The IPL

કેપ્ટનશિપના ટેસ્ટમાં કે.એલ. રાહુલ ફેલ:જોહાનિસબર્ગમાં રાહુલે ઘણી બધી ભૂલો કરી, IPLમાં પણ કેપ્ટન તરીકે ટીમને એકપણ ટ્રોફી નથી જિતાડી

10 દિવસ પહેલા

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચને SAએ 7 વિકેટથી જીતી લીધી છે. આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ હતા, જેને બીજી ઈનિંગમાં ટીમે સરળતાથી ચેઝ કરી લીધો અને સિરીઝમાં 1-1ની બરોબરી પણ કરી લીધી છે. એવામાં અત્યારે કેપ્ટન કે.એલ.રાહુલ સામે ઘણા સવાલો ઊઠી રહ્યા છે. શું રાહુલે ચોથા દિવસની બીજી ઓવરમાં અશ્વિનના સ્થાને શાર્દૂલને પસંદ કરવો જોઈતો હતો? આની સાથે ટેસ્ટ કેપ્ટન વિરાટની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં કેટલી નબળી છે એ પણ જાણે છતું થઈ ગયું હોય એમ લાગે છે.

જોહાનિસબર્ગમાં રાહુલે ઘણી ભૂલો કરી
પહેલી ભૂલઃ ચોથા દિવસે વરસાદને કારણે એક લાંબા બ્રેક પછી આફ્રિકન બેટર મેદાનમાં ઊતર્યા હતા. તેવામાં પિચ ફાસ્ટ બોલર્સને સહાય કરતી હતી. આ દરમિયાન પહેલી ઓવરમાં બુમરાહના બોલ પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે બીજી ઓવર શમી અને શાર્દૂલને મળશે જ, પરંતુ રાહુલે અશ્વિનને આપી અને ત્યાર પછી 2 ઓવર અશ્વિને નાખતાં આફ્રિકન બેટર સેટ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વરસાદ પડ્યા પછી પિચ પર ફાસ્ટ બોલરને ઘણી સહાય મળે છે. તો પછી રાહુલના આ નિર્ણયથી લગભગ બધા ચોંકી ગયા હતા.

બીજી ભૂલઃ પહેલી ઈનિંગમાં જે બોલરે 7 વિકેટ લીધી તેને રાહુલે ચોથા દિવસે 10 ઓવર પછી બોલિંગ કરવા માટે ઉતાર્યો હતો. તો શું શાર્દૂલના ફોર્મને જોતાં બુમરાહ સાથે તેને પહેલી કેટલીક ઓવર ન આપી શકાઈ હોત? તેનો આ નિર્ણય ભારત માટે ખરાબ રહ્યો અને ત્યાં સુધીમાં એલ્ગર સેટ થઈ ગયો અને રન ચેઝ લગભગ પૂરો થઈ જવા આવ્યો હતો.

IPLમાં પણ કેપ્ટન તરીકે રાહુલ ફેલ
કે.એલ.રાહુલ ઈન્ડિયન ટીમના ફ્યુચર કેપ્ટનનો પ્રબળ દાવેદાર છે, તેવામાં IPLમાં અત્યારસુધી રાહુલ ફેલ રહ્યો છે. જોહાનિસબર્ગ ટેસ્ટની પહેલાં રાહુલે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે મેચ રમી છે. 2 સીઝનમાં સતત પંજાબની કેપ્ટનશિપ કર્યા પછી પણ રાહુલ ફેલ રહ્યો છે.

IPL 2020માં રાહુલને ઓરેન્જ કેપ તો મળી હતી, પરંતુ કેપ્ટનશિપમાં તેનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. 14 મેચમાંથી તેની ટીમને રાહુલ માત્ર 6 મેચ જિતાડી શક્યો હતો અને 8માં હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહી હતી. IPL 2021માં પણ રાહુલની કેપ્ટનશિપ સૌથી ખરાબ રહી હતી અને ટીમ આ સીઝનમાં પણ માત્ર 6 મેચ જીતી શકી હતી.

કેપ્ટનશિપ માટે માત્ર સારા બેટર હોવું જરૂરી નથી
IPL 2020માં રાહુલે 55.83ની એવરેજથી 670 રન કર્યા હતા, તો IPL 2021માં તેણે 62.60ની એવરેજથી 626 રન કર્યા હતા. તેવામાં એક બેટર તરીકે રાહુલે સારી ઈનિંગ્સ રમી છે, પરંતુ શું એનાથી કેપ્ટનશિપ તેને મળી જવી જોઈએ?

મુજીબ ઉર રહેમાન જેવા સ્ટાર સ્પિનરને રાહુલે IPL 2020માં માત્ર 2 મેચ રમાડી હતી. આ ટૂર્નામેન્ટ UAEમાં રમાઈ રહી હતી અને ત્યાં સ્પિનર્સનો મોટો રોલ રહે છે. આ દરમિયાન સરફરાજ ખાન સતત ફેલ રહ્યો હતો, પરંતુ રાહુલે તેને વારંવાર તક આપી હતી.

IPL 2021ને જ જોઈ લો, IPL 2020માં સારું પ્રદર્શન દાખવનારા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને રાહુલે 2021માં માત્ર 9 મેચ રમવાની તક આપી હતી. 2021માં જ્યારે ટીમ સતત મેચ હારી રહી હતી ત્યારે તેણે બિશ્નોઈને તક આપી અને તેણે ફેઝ-2ની 5 મેચમાં 8 વિકેટ લીધી હતી.

આ તમામ પાસાને જોતાં રાહુલની બેટિંગમાં છેલ્લાં ઘણાં વર્ષોમાં સુધારો આવ્યો છે, પરંતુ કેપ્ટન તરીકે તેને વધુ મહેનત કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...