'ધ વોલ' ઈન્ડિયાના નવા કોચ:રાહુલ દ્વવિડ બન્યા ઈન્ડિયન ક્રિકેટ ટીમના કોચ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝથી જવાબદારી સંભાળશે

24 દિવસ પહેલા

'ધ વોલ'ના નામથી જાણીતા રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી સિનિયર ટીમની કોચિંગ જવાબદારી સંભાળશે. BCCIએ બુધવારે રાત્રે એક નિવેદનમાં આ વાત કહી હતી. ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાનું પદ છોડી રહ્યા છે.

રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના અધ્યક્ષ છે
દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના પ્રમુખ છે. BCCIના અધિકારીએ શુક્રવારે રાત્રે IPL ફાઈનલ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ બનશે. તેઓ ટૂંક સમયમાં NCAના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે. દ્રવિડ સાથે ઘણા વર્ષોથી કામ કરી રહેલા પારસ મ્હમબ્રેની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ટીમના ભાગ રૂપે ભરત અરુણનું સ્થાન લેશે. ફિલ્ડિંગ કોચ આર શ્રીધરની બદલી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ ટીમના બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. દ્રવિડ થોડા દિવસ પહેલા શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના કોચ હતા.

ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો
તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રી સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. રવિ શાસ્ત્રી 2017થી ટીમ ઇન્ડિયાનો કોચ છે. 2019માં તેનો કરાર વધારવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રી અને વિરાટ વચ્ચે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ હતી. પ્રથમ વખત આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ટીમ પહોંચી હતી. જોકે ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...