• Gujarati News
  • Sports
  • Cricket
  • Rahul Dravid's 49th Birthday Today; The Team Has Not Lost A Single Toss Since Becoming Head Coach, Learn About Interesting Coincidences

Happy B'Day 'ધ ગ્રેટ વોલ':દ્રવિડનો આજે 49મો જન્મદિવસ; કોચ બન્યા પછી ટીમ એકપણ ટોસ હારી નથી, જાણો PAKના ઘરઆંગણે બેવડી સદી મારવા સહિતના કિસ્સા

9 દિવસ પહેલા
  • રાહુલ દ્રવિડે T20 ઈન્ટરનેશનલની એક માત્ર મેચ રમી છે, જેમાં 3 છગ્ગા સાથે 31 રન કર્યા છે

ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો આજે 49મો જન્મ દિવસ છે. 11 જાન્યુઆરી 1973ના દિવસે રાહુલનો જન્મ ઈન્દોરમાં થયો હતો. દ્રવિડ એક બેટર અને કોચ તરીકે એક સફળ સ્પોર્ટ્સ પર્સન રહ્યા છે. રાહુલ પાસે દરેક ખેલાડીમાંથી તેનું બેસ્ટ પ્રદર્શન બહાર આવે તેવી ખાસિયત છે. તે બેટર તરીકે જેટલા સફળ રહ્યા છે એટલા જ અંડર-19 વર્લ્ડ કપ ટીમને તાલિમ આપી વિશ્વવિજેતા બનાવનારા કોચ પણ છે. વળી જ્યારથી દ્રવિડ ઈન્ડિયન ટીમના હેડ કોચ તરીકે કાર્યરત છે, ત્યારથી ભારતે એકપણ ટોસ હાર્યો નથી. તો ચલો આપણે રાહુલ દ્રવિડની આવી જ કેટલીક ખાસ બાબતો પર નજર ફેરવીએ.....

ભારત ટોસની સાથે મેચ જીતવામાં પણ સફળ
રાહુલ દ્રવિડ જ્યારથી ટીમ ઈન્ડિયાના કોચ બન્યા છે ત્યારથી ભારતે 7 મેચમાંથી માત્ર 1 મેચ હારી છે. જ્યારે આજની મેચ લઈએ તો ભારતે 8 મેચ રમી છે અને દરેક મેચમાં ટોસ જીત્યો છે. એટલું જ નહીં કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલથી લઈ વિરાટ અને રોહિત પણ રાહુલ દ્રવિડને પોતાના આદર્શ માને છે.

દ્રવિડ કોચ બન્યા પછી ઈન્ડિયન ટીમે એકપણ ટોસ નથી હાર્યો
મેચસ્થળટોસનિર્ણય
પહેલી ટેસ્ટ - ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધકાનપુરભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીમેચ ડ્રો
બીજી ટેસ્ટ - ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધમુંબઈભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી372 રનથી ભારતે મેચ જીતી
પહેલી T20 મેચ - ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધજયપુરભારતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરીભારતે 5 વિકેટથી મેચ જીતી
બીજી T20 મેચ - ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધરાંચીભારતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરીભારતે 7 વિકેટથી મેચ જીતી
ત્રીજી T20 મેચ - ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધકોલકાતાભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીભારતે 73 રનથી મેચ જીતી
પહેલી ટેસ્ટ - દ.આફ્રિકા વિરૂદ્ધસેન્ચુરિયનભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીભારતે 113 રનથી મેચ જીતી
બીજી ટેસ્ટ - દ.આફ્રિકા વિરૂદ્ધજોહાનિસબર્ગભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીદ.આફ્રિકાએ 7 વિકેટથી મેચ જીતી
ત્રીજી ટેસ્ટ - દ.આફ્રિકા વિરૂદ્ધકેપટાઉનભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીમેચ રમાઈ રહી છે...

દ્રવિડની ખાસ વાતો
રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાતચીત દરમિયાન અત્યારસુધી ઘણી પ્રેરણાત્મક વાતો કહી છે.

  • કોઈપણ સપનું એકલા પૂરું કરી શકાય નહીં.
  • હું જે છું તે જ છું. મે જાણીજોઈને મારી અલગ છાપ નથી બનાવી.
  • હું ઘણીવાર નિષ્ફળ રહ્યો છું, પરંતુ મેં ક્યારેય પ્રયત્ન કરવાનું બંધ નથી કર્યું.
  • મને લાગે છે કે તમે શું કરો છો એનાથી કંઈ ફેર પડતો નથી. જો તમે લોકો સાથે જીવન જીવો છો તો વિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ રહે છે.
  • તમે કોઈને સાથે બદલો લેવા માટે નથી રમતા. તમે સન્માન અને ગર્વ માટે રમો છો.

રાહુલ દ્રવિડની 3 યાદગાર ઈનિંગ

1. ઓસ્ટ્રેલિયા સામે 180 રન બનાવ્યા
વર્ષ 2000માં ભારતે ઈડન ગાર્ડન્સમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેને ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત પણ માનવામાં આવે છે અને દ્રવિડ આ જીતનો હીરો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને ફોલોઓન રમવાની ફરજ પાડી હતી. ત્યારપછી દ્રવિડે લક્ષ્મણ સાથે શાનદાર ભાગીદારી કરી અને પોતાની ટીમને જીત સુધી દોરી ગયો હતો. બંને બેટરે સાથે મળીને કુલ 386 રનની પાર્ટનરશિપ નોંધાવીને મેચ પલટી દીધી હતી. લક્ષ્મણે 280 રન કર્યા હતા. જ્યારે રાહુલ દ્રવિડે 180 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ મેચ 171 રને જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી. ત્યારપછી ભારતે ચેન્નઈમાં બીજી ટેસ્ટ જીતીને સિરીઝ પણ જીતી લીધી હતી.

2. ઓસ્ટ્રેલિયામાં 233 રનની ઇનિંગ રમી હતી
વર્ષ 2003માં પણ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે 233 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 566 રનનો હાઈસ્કોર કર્યો હતો. જેના જવાબમાં ફરી એકવાર દ્રવિડ અને લક્ષ્મણે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ 303 રન ઉમેર્યા હતા અને લક્ષ્મણે 148 રનની ઇનિંગ રમી હતી. અંતે, ભારતને મેચ જીતવા માટે 233 રનની જરૂર હતી અને દ્રવિડે બીજી ઇનિંગમાં પણ અણનમ 72 રન કરી ટીમ ઈન્ડિયાને ચાર વિકેટથી જીત અપાવીને જ તે ડ્રેસિંગ રૂમ પરત ફર્યો હતો.

3. પાકિસ્તાન સામે 270 રન કર્યા હતા
પાકિસ્તાન સામેની ટેસ્ટમાં દ્રવિડે 270 રનની શાનદાર ઈનિંગ રમી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયો હતો. આ મેચ પહેલા બંને ટીમ સિરીઝમાં 1-1ની બરાબરી પર હતી. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને 224 રનમાં આઉટ કર્યું અને જવાબમાં 600 રન કરી લીધા હતા. દ્રવિડે આ દરમિયાન કુલ 270 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 245 રનમાં સમેટાઈ ગઈ હતી અને 131 રનના મોટા માર્જિનથી આ મેચ હારી ગઈ હતી. પાકિસ્તાનના ઘરઆંગણે ભારતે આ પહેલી ટેસ્ટ જીતી હતી.

દ્રવિડની કારકિર્દી શાનદાર રહી છે

  • ટેસ્ટઃ રાહુલ દ્રવિડે પોતાની ઈન્ટરનેશનલ ટેસ્ટ કારકિર્દીમાં કુલ 163 મેચ રમી છે જેમાં 13,265 રન કર્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 270 રન છે. જ્યારે 36 સદી અને 63 અર્ધસદી નોંધાવી છે.
  • વનડેઃ રાહુલ દ્રવિડે ઈન્ટરનેશનલ 340 વનડે મેચ રમી છે, જેમાં તેણે 10,768 રન કર્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 82 અર્ધસદી નોંધાવી છે.
  • T20: રાહુલ દ્રવિડે T20 ઈન્ટરનેશનલની એક માત્ર મેચ વર્ષ 2011માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી છે, જેમાં તેણે 3 છગ્ગા સાથે 31 રન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...