તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ ફાઇનલ:રાહુલ દ્રવિડ જ ભારતીય ટીમના કોચ હશે; 13 જુલાઈથી વન ડે અને T20 સિરીઝ રમાશે

ચેન્નઈ3 મહિનો પહેલા
  • ભારતની મુખ્ય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમવા માટે ઇંગ્લેન્ડમાં છે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન કોચ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પહેલાં શ્રીલંકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી હતી. ટીમનું સુકાનીપદ શિખર ધવનને અપાયું છે.

ઈન્ડિયન એક્સપ્રેસે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના હવાલેથી જણાવ્યું છે કે રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન કોચ હશે. આવું બીજીવાર બન્યું કે તેઓ કોચ તરીકે સિનિયર ટીમ ઈન્ડિયા સાથે જોડાયા હોય. આ પહેલાં 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન દ્રવિડ ભારતીય ટીમના બેટિંગ કન્સલ્ટન્ટ હતા. તેઓ ઈન્ડિયા અંડર-19 અને ઈન્ડિયા-A ટીમના પણ કોચ રહી ચૂક્યા છે.

શ્રીલંકા પ્રવાસ માટે અલગ ટીમ
ભારતની મુખ્ય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમવા માટે ઈંગ્લેન્ડમાં છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ 18થી 22 જૂન દરમિયાન સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમશે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં જ રોકાઈ જશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં રમાનારી પાંચ ટેસ્ટ મેચની તૈયારી કરશે. બીજી તરફ શ્રીલંકા સામે વન ડે અને T-20 સિરીઝ માટે BCCIએ અલગ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.

શ્રીલંકા માટે ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા.
વિકેટકિપરઃ ઈશાન કિશન, સંજુ સેમસન
ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુષ્ણપ્પા ગૌતમ
બોલરઃ યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

13 જુલાઈથી સિરીઝ
ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહેલા 3 વનડે સિરીઝ રમશે. આ મેચ 13,16 અને 18 જુલાઈના રોજ રમાશે. ત્યાર બાદ 21,23 અને 25 જુલાઈના રોજ ત્રણ T-20 મેચની સિરીઝ રમશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...