નવા કોચ-કેપ્ટનનો ફ્યૂચર પ્લાન:રોહિતે કહ્યું- કેપ્ટનશીપ છોડ્યા બાદ પણ કોહલી ટીમ માટે મહત્વપૂર્ણ, વર્કલોડ મેનેજમેન્ટ પણ જરુરી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ 17 નવેમ્બરથી શરુ થશે. તે અગાઉ ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. બંને એ સિરીઝને લઈને શું-શું કહ્યું તમને જણાવીએ.

વર્ક લોડને મેનેજ કરવો પડશે
રાહુલ દ્રવિડે કહ્યું અમારે વર્ક લોડને મેનેજ કરવો પડશે. છેલ્લા 6 મહિનાથી ખેલાડી સતત રમી રહ્યા છે. ફુટબોલની જેમ ક્રિકેટમાં પણ આને લાગુ કરવું પડશે. પ્લેયરની માનસિક અને શારિરિક ક્ષમતા પર ધ્યાન રાખવું પડશે.

તેમણે આગળ કહ્યું નવા ખેલાડીઓ માટે સારી તક છે. તેઓ આ સિરીઝમાં સારુ રમશે. મને પૂરો વિશ્વાસ છે. હું ખેલાડીઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આપણા પાસે એકદમ સંતુલિત ટીમ છે.

કોચિંગને લઈને રાહુલે શું કહ્યું?
દરેક વખતે કોચિંગની પદ્ધતિ અલગ હોય છે, કેટલીક બાબતો ભલે સરખી હોય છે પરંતુ દરેક વસ્તુ જે મેં અંડર-19માં કરી છે, તે અહીં ન થઈ શકે. પહેલા ખેલાડીઓને સમજીશ પછી તેમનામાંથી સારુ પ્રદર્શન મેળવી શકીશું.

વિરાટને લઈને રોહિતનું મોટુ નિવેદન
ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું દરેક પ્લેયર મશીન નથી કે સતત મેદાન પર આવે. ફ્રેશનેશ જરુરી છે. અમે આ સિરીઝમાં ઘણા પ્લેયર્સને આરામ આપ્યો છે. આગળ જે ક્રિકેટ આવી રહ્યું છે તેને જોતા દરેકને મજબૂત માનસિક સ્થિતિમાં રાખવા માટે રેસ્ટ આપવો જરુરી છે.

વિરાટના સવાલ પર રોહિત શર્માએ કહ્યું- બિલકુલ સરળ છે. તે અત્યાર સુધી ટીમ માટે જે કરતો આવ્યો છે તે હવે ચાલુ જ રાખશે. તે ટીમનો મહત્વપૂર્ણ પ્લેયર છે. દરેક ગેમમાં પ્લેયર્સનો રોલ અલગ હોય છે. દરેક તેના માટે તૈયાર છે. વિરાટના અનુભવ અને તેની બેટિંગને જોતા તે જ્યારે પણ કમબેક કરશે, તે ટીમને મજબૂત કરશે.

અન્ય સમાચારો પણ છે...