તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રિકેટમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સ:રાહુલ દ્રવિડ બની શકે છે આ નવી ટીમના લીડર, તેમના સિવાય અન્ય પૂર્વ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે

2 મહિનો પહેલા
દ્રવિડ અત્યારે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના ચીફ છે. -ફાઇલ ફોટો

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ટૂંક સમયમાં કોવિડ -19 ટાસ્ક ફોર્સ બનાવશે. આ ટીમના ચીફ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ બની શકે છે. ઉપરાંત કેટલાક અન્ય પૂર્વ ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય છે. હાલમાં, દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના ચીફ છે.

તાજેતરમાં, BCCIએ ઘરેલૂ ક્રિકેટને ફરીથી શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી હતી. આ ગાઇડલાઇન્સ સાથે બોર્ડે તમામ રાજ્યોને ટાસ્ક ફોર્સની માહિતી પણ આપી દીધી છે. ટીમમાં મેડિકલ ઓફિસર, ક્રિકેટ ઓપરેશન અને સેનિટેશન ઓફિસર હશે.

ટાસ્ક ફોર્સ ખેલાડીઓના સંપર્કમાં રહેશે

 • ખેલાડીઓ સાથે સતત વાત કરવાની જવાબદારી ટાસ્ક ફોર્સની રહેશે. ટ્રેનિંગ કેમ્પ દરમિયાન કોરોના માટે જરૂરી સુવિધાઓને મેનેજ કરશે.
 • સમયાંતરે, આ ટીમ બોર્ડને ટ્રેનિંગ અને કોરોના સંબંધિત બાબતો અંગે ફોલો-અપ આપશે. રાજ્ય ઉપરાંત, ખેલાડીઓએ બેંગલુરુ કેન્દ્રમાં ટ્રેનિંગ શરૂ કરતા પહેલા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવા પડશે.

BCCIના SOPની જરૂરી વાતો

 • કેમ્પ શરૂ થતા પહેલા મેડિકલ ટીમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની છેલ્લા 2 અઠવાડિયાની ટ્રાવેલ અને મેડિકલ હિસ્ટ્રી જાણી લે.
 • કોઈપણ ખેલાડી અને સ્ટાફમાં કોરોનાના લક્ષણ જણાય તો તેમને PCR ટેસ્ટ કરાવવો પડશે. તેમાં ત્રણ દિવસની અંદર 2 વાર ટેસ્ટ કરાવવો પડશે.
 • બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓને કેમ્પમાં સામેલ કરવામાં આવશે.
 • ખેલાડીઓએ સ્ટેડિયમમાં N-95 માસ્ક પહેરવો પડશે. પરંતુ તેમાં રેસ્પિરેટર ન હોવું જોઈએ.
 • ટ્રેનિંગ દરમિયાન અને જાહેર સ્થળોએ જતાં સમયે ખેલાડીઓને ચશ્મા પહેરવાનું કહેવામાં આવ્યું છે.
 • ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓ માટેના વેબિનાર રાખવા આવે. આમાં, મુખ્ય તબીબી અધિકારીએ તેમને કોરોના પ્રોટોકોલ વિશે માહિતી આપવી પડશે.
 • ખેલાડીઓને સ્ટેડિયમ આવવા-જવા માટે તેમની પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
 • ICC દ્વારા થૂંક પર પ્રતિબંધ બાદ ઘરેલૂ ક્રિકેટમાં પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ખેલાડીઓની સુરક્ષા સ્ટેટ એસોસિએશન્સની જવાબદારી

 • બોર્ડે સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની સ્થિતિ અનુસાર આ ગાઇડલાઇન બદલાતી રહેશે. બધા સંગઠનોએ તેનું પાલન કરવું પડશે.
 • કોઈપણ પ્રકારની તાલીમ અથવા પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા, તમામ ક્રિકેટ એસોસિએશનોને સ્થાનિક વહીવટની મંજૂરી લેવી પડશે.
 • સ્ટેટ ક્રિકેટ એસોસિએશનો ખેલાડીઓ, સ્ટાફ અને હિસ્સેદારોની સલામતી માટે જવાબદાર રહેશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો