ન્યુઝીલેન્ડ સામેની હોમ-સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:રાહુલ-અક્ષરને આરામ, પૃથ્વી શો સામેલ; ટેસ્ટ ટીમમાં સૂર્યાને તક મળી

મુંબઈ16 દિવસ પહેલા

BCCIએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

ભારતીય ટીમ જાન્યુઆરીના અંતમાં ન્યૂઝીલેન્ડ સામે 3 વનડે અને 3 ટી-20 મેચોની સીરીઝ રમશે. જે બાદ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેતની સીરીઝ શરૂ થશે. ટેસ્ટ સીરીઝ બાદ ટીમને કાંગારૂઓ સામે 3 વનડે મેચ પણ રમવાની છે.

વર્ષના વનડે વર્લ્ડ કપની બીજી સીરીઝ માટે, ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ વિકેટ-કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને અક્ષર પટેલને આરામ આપ્યો છે, પારિવારિક કારણોસર બંને ટીમ માટે હાજર નહોતા.

વનડે ટીમમાં રાહુલની જગ્યાએ ઈશાન કિશન અને કેએસ ભરતને તક આપવામાં આવી છે. જ્યારે પૃથ્વી શૉને T20માં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય, સૂર્યકુમાર યાદવનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનથી વનડે શ્રેણી જીતી લીધી હતી
ટીમ ઈન્ડિયાની જાહેરાતના થોડા સમય બાદ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે ઘરઆંગણે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. કિવી ટીમે નિર્ણાયક મેચ 2 વિકેટે જીતી લીધી હતી. કરાચીના મેદાન પર પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 9 વિકેટે 280 રન બનાવ્યા હતા. તેની તરફથી ફખર ઝમાને સદી ફટકારી હતી. જ્યારે આગા સલમાને 48 રન કર્યા હતા. ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસનને 2 વિકેટ મળી હતી.

281 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ 49મી ઓવરમાં 8 વિકેટે લીધી હતી. કિવી ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સ (63 રન), કેન વિલિયમસન (53 રન) અને ડ્વેન કોનવેએ ફિફ્ટી ફટકારી હતી. મોહમ્મદ વસીમ અને આગા સલમાનને 2-2 વિકેટ મળી હતી.

ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમ...
વનડે : રોહિત શર્માં (કેપ્ટન), શુભમન ગીલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર. શહેબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમેમદ શમી, મોહમ્મદ શિરાઝ, ઉમરાન મલિક.

ટી-20: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમ...
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

શ્રીલંકાથી સિરીઝ જીતી, 15 જાન્યુઆરીએ છેલ્લી મેચ
ટીમ ઈન્ડિયાએ કિવિઓ સામેની હોમ સીરીઝ પહેલા શ્રીલંકા સામેની વનડે સીરીઝ જીતી લીધી છે. 3 મેચની શ્રેણીમાં ભારત 2-0થી અજેય સરસાઈ બનાવી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 4 વિકેટે જીતી હતી. છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.

અન્ય સમાચારો પણ છે...