• Gujarati News
  • Sports
  • Cricket
  • Rahane Was First Given A Note Out, Seeing Rabada's Reaction He Immediately Raised His Finger And Declared Out; Video Viral

અમ્પાયર મૂંઝવણમાં:રહાણેને પહેલા નોટઆઉટ આપ્યો, રબાડાની પ્રતિક્રિયા જોઈ તાત્કાલિક આંગળી ઉઠાવી આઉટ જાહેર કર્યો; વીડિયો વાઈરલ

12 દિવસ પહેલા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે અમ્પાયર પોતાના નિર્ણયને લઈને મૂંઝવણમાં પડી ગયા હતા. પહેલા તો અમ્પયારે અજિંક્ય રહાણેને નોટઆઉટ આપ્યો અને પછી અચાનક પોતાનો નિર્ણય બદલી આઉટનો ઈશારો કર્યો હતો.

34મી ઓવરમાં અમ્પાયર અસમંજસમાં
34મી ઓવરનો છેલ્લો બોલ બહાર જઈ રહ્યો હતો અને રહાણેએ તેને બેટથી કટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે શોટ ચૂકી ગયો અને બોલ આઉટ સાઈડ એડ્જ લઈને વિકેટકીપરના હાથે કેચઆઉટ થઈ ગયો હતો.

આફ્રિકન ખેલાડીઓએ આની જોરદાર અપીલ કરી અને અમ્પાયર અલાઉદ્દીન પાલેકરે પહેલા અપિલને નકારી કાઢી રહાણેને નોટઆઉટ આપ્યો હતો પરંતુ ત્યારપછી રબાડાની પ્રતિક્રિયા પણ જોવાજેવી થઈ ગઈ હતી. જોકે આની ગણતરીની સેકન્ડમાં અચાનક અમ્પાયરે આંગળી ઉઠાવી આઉટનો ઈશારો કર્યો હતો.

બિગ બેશ લીગમાં પણ અમ્પાયર અસમંજસમાં હતા..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો..
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડ આઉટ-નોટ આઉટ મુદ્દે અસમંજસમાં મુકાયા હતા. આ સમગ્ર ઘટના 14મી ઓવરમાં ઘટી હતી, જેમાં અમ્પાયર બ્રુસ ઓક્સફર્ડ અચાનક નોટઆઉટ ખેલાડીને આઉટ આપી દેતા અસમંજસમાં મુકાયા હતા. જોકે ત્યારપછી તાત્કાલિક અમ્પાયરને પોતાની ભૂલ સમજાઈ અને ખેલાડી નોટઆઉટ છે એમ બોલર અને ફિલ્ડિંગ ટીમને કહી ઈશારો કરવા લાગ્યા હતા.

બેટર શોટ ચૂક્યો અને બોલ હેલ્મેટે વાગ્યો
બીગ બેશ લીગ 2021-22ના સીઝનની 31મી મેચ પર્થ સ્કોચર્સ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન પર્થની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે 14મી ઓવરમાં કેપ્ટન એશ્ટન ટર્નર સામે કોટ બિહાઈન્ડની અપિલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે એશ્ટન શોર્ટ લેગ પર લોફ્ટોડ શોટ મારવા ગયો ત્યારે બોલ તેના હેલ્મેટ પર વાગ્યે જેથી અવાજ પણ આવ્યો અને વિકેટ કીપર પાસે એક સરળ કેચ જતો રહ્યો હતો.

અમ્પાયરે બેટરને ભૂલથી આઉટ આપી દીધો
આના કારણે મેલબર્નના ખેલાડીએ એશ્ટન વિરૂદ્ધ આઉટની અપિલ કરી હતી. જેના જવાબમાં અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડેને જાણ હતી કે બોલ હેલ્મેટે વાગ્યો છે છતા ભૂલથી આઉટનો ઈશારો કરી દીધો હતો. થોડા સમય માટે તો બોલિંગ ટીમ પણ ઉજવણી કરવા લાગી હતી પરંતુ અમ્પાયરને પોતાની ભૂલ અંગે જાણ થતા તાત્કાલિક તેણે બોલર અને બેટર સામે ઈશારો કરી નોટઆઉટનો ઈશારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...