તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલીથી આગળ રહાણે:શરૂઆતની 3 ટેસ્ટ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો રહાણે, કોહલીને પાછળ છોડી ધોનીના રેકોર્ડની બરોબરી કરી

2 મહિનો પહેલા

અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં 8 વિકેટે હાર આપી છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝ હવે 1-1ની બરોબરી પર છે. આ સાથે રહાણેએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ત્રણ ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે અને ત્રણેય જીત્યો છે. આવું કરનાર તે બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. પહેલાં આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ કેપ્ટન તરીકે શરૂઆતની ત્રણેય ટેસ્ટમાં ભારતને જીત અપાવી હતી.

કેપ્ટન તરીકે રહાણેનો રેકોર્ડ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયાભારત 8 વિકેટે જીત્યુંધર્મશાલા, 2016/17
અફઘાનિસ્તાનભારત એક ઈનિંગ અને 262 રને જીત્યુંબેંગલુરુ, 2018
ઓસ્ટ્રેલિયાભારત 8 વિકેેટ જીત્યું.મેલબર્ન, 2020/21

કેપ્ટન તરીકે ધોનીની શરૂઆતની 3 ટેસ્ટ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
દ.આફ્રિકાભારત 8 વિકેટે જીત્યુંકાનપુર, 2008
ઓસ્ટ્રેલિયાભારત 172 રને જીત્યુંનાગપુર, 2008
ઈંગ્લેન્ડભારત 6 વિકેટે જીત્યુંચેન્નઈ, 2008

કેપ્ટન તરીકે કોહલીની 3 ટેસ્ટ

કોની સામે

રિઝલ્ટ

ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયા 48 રને જીત્યુંએડિલેડ, 2014/15
ઓસ્ટ્રેલિયામેચ ડ્રોસિડની, 2014/15
બાંગ્લાદેશમેચ ડ્રોચેન્નઈ, 2015

ભારત 8 વિકેટથી મેલબર્ન ટેસ્ટ જીત્યું:સિરીઝ 1-1થી બરાબર, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 6 વર્ષથી બોક્સિંગ-ડે ટેસ્ટ નથી હારી

32 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન ફિફ્ટી ન બનાવી શક્યો
ઓસ્ટ્રેલિયા ઘરેલું મેદાન પર ટોસ જીત્યા પછી નવ વર્ષ પછી હાર્યું. આ પહેલાં 2011/12માં ન્યૂઝીલેન્ડ સામે તે સાત રને હાર્યું હતું. 32 વર્ષ પછી એવું બન્યું કે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી લગાવી શક્યો ન હોય. આ પહેલાં 1988-89માં વેસ્ટ ઈન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી મારી શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાનું ફેવરિટ ઓવરસીઝ વેન્યુ બન્યું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

ગ્રાઉન્ડજગ્યાટેસ્ટ મેચ જીતીટોટલ મેચ રમી
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમેલબર્ન, ઓસ્ટ્રેલિયા414
ક્વીન્સ પાર્ક ઓવલપોર્ટ ઓફ સ્પેન, વેસ્ટ ઈન્ડીઝ313
સબિના પાર્કકિંગ્સ્ટન, વેસ્ટ ઈન્ડીઝ313
સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબકોલંબો, શ્રીલંકા39
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો