તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદોથી ભરપૂર ઓસ્ટ્રેલિયા ટૂર:જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર રંગભેદની ટિપ્પણી, સિડનીમાં દર્શકોએ આપી ગંદી ગાળો

સિડની12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા ટૂર અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયાં હોય એમ ફરી એક મોટો વિવાદ સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર રંગભેદની ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહ અને સિરાજે ભારતીય ટીમ મેનેજમેન્ટ સમક્ષ રંગભેદની ટિપ્પણીની ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલા કેટલાક દર્શકોએ આ ખેલાડીઓને ગંદી-ગંદી ગાળો આપતાં વંશવાદને લગતી કેટલી ટિપ્પણીઓ કરી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ-રેફરી સમક્ષ એની સત્તાવાર રીતે ફરિયાદ કરી છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, આ પ્રકારની ઘટના સિડની ટેસ્ટના બીજા અને ત્રીજા દિવસે ઘટી છે.

સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં:103/2, ભારતથી 197 રન આગળ

ઓસ્ટ્રેલિયાના અખબાર ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ, ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, ICC અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓની સાથે લગભગ પાંચ મિનિટ સુધી વાતચીત કરતા જોવા મળ્યા. આ વાતચીત દરમિયાન ત્યાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ હાજર હતા.

બે દિવસથી ગંદી ગાળો સહન કરે છે સિરાજ અને બુમરાહ
ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને છેલ્લા બે દિવસથી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ગાળો આપી રહ્યા હતા, જેમાં રંગભેદની ટિપ્પણી પણ સામેલ હતી. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને આર. અશ્વિન સહિત કેટલાક સિનિયર ખેલાડીઓએ અમ્પયર્સ પોલ રિફેલ અને પોલ વિલ્સન સાથે આ વિશે વાત કરી છે તેમજ મેચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓને પણ આવી ઘટના અંગે ફરિયાદ કરી છે. રહાણેએ જણાવ્યું હતું કે રેડવિક એન્ડ પર બેઠેલા એક દર્શકે સિરાજને ગાળો આપી હતી, જે ફાઈન લેગ બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સિડનીમાં માત્ર 10 હજાર દર્શક જ આ મેચ જોઈ રહ્યા છે, તેમ છતાં આ પ્રકારની હરકત થઈ રહી છે. જસપ્રીત બુમરાહે પણ રમતના ત્રીજા દિવસે સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી અને સિરાજે પણ ફરિયાદ કરી. બંને અમ્પાયરે અને મેચ-રેફરી ડેવિડ બૂને પણ આ મુદ્દે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી છે.

સિડની ટેસ્ટમાં વધી ભારતની મુશ્કેલી, પંત બાદ જાડેજાને પણ ઇજા થતાં હોસ્પિટલ પહોંચ્યો

ઓસ્ટ્રેલિયા ટૂરમાં વિવાદોનો દોર યથાવત્
ઓસ્ટ્રેલિયા ટૂર પર સતત વિવાદ જોવા મળી રહ્યો છે. મેલબર્ન ટેસ્ટમાં ભારતની જીત પછી ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પર બાયો બબલ પ્રોટોકોલ તોડવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે રોહિત શર્મા, શુભમન ગિલ સહિત પાંચ ખેલાડી પર સવાલો ઉઠાવવામાં આવ્યાં. એ બાદ બ્રિસ્બેન ક્વોરન્ટીન નિયમોને લઈને પણ હાલ વિવાદ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ટીમ ઈન્ડિયા ક્વોરન્ટીન નિયમોમાં છૂટ ઈચ્છે છે. બીજી બાજુ, બ્રિસ્બેનની સરકાર આ માટે તૈયાર નથી. ત્યારે હવે સિડની ટેસ્ટના ત્રીજા દિવસે રંગભેદની ટિપ્પણીઓના આરોપ સામે આવ્યા છે.

13 વર્ષ પહેલાં પણ થઈ હતી રંગભેદની ટિપ્પણી
આ પહેલી વખત નથી કે જ્યારે ભારતની ઓસ્ટ્રેલિયાની ટૂર સમયે નસ્લી ટિપ્પણી થઈ હોય. આજથી ઠીક 13 વર્ષ પહેલાં પણ સિડનીમાં જ રંગભેદના દુર્વ્યવહારના એક મામલાએ ક્રિકેટની દુનિયાને હચમચાવી નાખી હતી. ત્યારે એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ અને હરભજન સિંહ વચ્ચે આ વિવાદ થયો હતો જેમાં ત્યાં કોર્ટ, બંને ક્રિકેટ બોર્ડ, મીડિયા સહિત દરેક લોકો સામેલ થયા હતા. આ વિવાદ બાદ હરભજન સિંહ પર ત્રણ ટેસ્ટનો પ્રતિબંધ મુકાયો હતો. જો કે તે પ્રતિબંધને ફરી હટાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser