• Gujarati News
  • Sports
  • Cricket
  • Rabada Hit The Indian Captain On The Way To Take A Run, Pant Escaped A Runout Though; The Commentators Erupted

ક્રિકેટ છે કે કુશ્તી!:રન લેવા જતાં ભારતના કેપ્ટનને રબાડાએ ધક્કો માર્યો, પંત પડી ગયો છતાં રનઆઉટથી બચ્યો; કોમેન્ટેટર્સ ભડક્યા

17 દિવસ પહેલા
  • રબાડાએ આવું જાણીજોઈને કર્યું લાગે છે- કોમેન્ટેટર્સ

ભારત અને દ.આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં 7 વિકેટથી પંતની ટીમ હારી ગઈ છે. જોકે બેટિંગ દરમિયાન પંત ક્વિક સિંગલ લેવા માટે દોડ્યો હતો, પરંતુ અડધી પિચે રબાડાએ જાણ્યે-અજાણ્યે એવો ધક્કો મારી દીધો કે તેનું બેલેન્સ બગડી ગયું હતું. આવું થવાથી રિષભ પંત મેદાન પર પડી ગયો અને માંડ-માંડ રનઆઉટ થતાં પણ બચ્યો હતો. આ ઘટના પછી કોમેન્ટેટર્સે પણ કહ્યું હતું કે રબાડાએ જાણીજોઈને ધક્કો માર્યો હોય એમ લાગે છે અને ભારતીય ટીમના કેપ્ટનને આવી રીતે ધક્કો ન મારવો જોઈએ. ચાલો... સમગ્ર ઘટના પર નજર કરીએ...

વીડિયો રિપ્લે જોતાં રબાડાની ભૂલ પકડાઈ

મેચમાં જ્યારે આ ઘટના બની પછી તાત્કાલિક રબાડા દોડીને પંત પાસે આવ્યો અને તેની માફી માગી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્ડરથી બોલ થ્રો બરાબર થયો નહોતો, નહિતર પંત પેવેલિયન ભેગો થઈ ગયો હોત. જોકે આ ઘટનાના રિપ્લેમાં જોતાં રબાડાએ પંતને જાણીજોઈને પાડ્યો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું.

કોમેન્ટેટર્સ ભડક્યા, કહ્યું- જાણીજોઈને કર્યું લાગે છે

રિપ્લે જોતાં કોમેન્ટેટર્સ પણ ભડક્યા હતા, તેમણે કહ્યું હતું કે આ જાણીજોઈને કગિસો રબાડાએ કર્યું હોય એમ લાગે છે. પંતને અડધી પિચ પર પાડી દેવો એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિરુદ્ધ છે. વીડિયોમાં જોવા મળ્યું કે રબાડાની દોડવાની દિશા અલગ હતી, પરંતુ જાણીજોઈને તે પંતના આડે આવ્યો છે. આવું ન કરવું જોઈએ તથા જો પંત આઉટ થઈ ગયો હોત તો આની પાછળ જવાબદાર કોણ હોત એ પણ ચર્ચાનો વિષય બની ગયો હોત.

રબાડાએ માફી માગી, કોમેન્ટેર્સે કહ્યું- ચિત્ર અલગ જ હતું

કગિસો રબાડાએ જોકે આ ઘટનાક્રમ પછી માફી માગી લીધી હતી, પરંતુ રિપ્લે જોયા પછી કોમેન્ટેટર્સે જણાવ્યું હતું કે આમાં રબાડાની ભૂલ લાગે છે. પંત પાસે માફી માગી એ સારું કહેવાય, પરંતુ અમારા મત મુજબ રબાડાએ આવું જાણીજોઈને કર્યું લાગે છે.

પંત 29 રન કરી પેવેલિયન ભેગો
દ.આફ્રિકા સામેની પહેલી મેચમાં પંતે આક્રમક બેટિંગ કરી હતી. તેણે પરિસ્થિતિને સમજીને પહેલા સેટ થયો અને પછી ચોગ્ગા-છગ્ગા ફટકારવાનું શરૂ કરી દીધું હતું. આ ઈનિંગમાં તેણે 16 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 29 રન કર્યા હતા. ત્યાર પછી એનરિકા નોર્ત્યાએ તેની વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...