• Gujarati News
  • Sports
  • Cricket
  • Quinton Decock's Wife Sasha Gave Birth To A Daughter, Decock Named Her Kiara; Suryakumar Rahul Sent Greetings

ક્વિંટન ડિકોક પિતા બન્યો:પત્ની સાશાએ દીકરીને જન્મ આપ્યો, ડિકોકે તેનું નામ કિયારા રાખ્યું; સૂર્યકુમાર-રાહુલે શુભેચ્છા પાઠવી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુમરાહની પત્ની સંજના ગણેશને સાશાને શુભેચ્છા પાઠવી

દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટર ક્વિંટન ડિકોક પિતા બન્યો છે. તેની પત્ની સાશા ડિકોકે દીકરીને જન્મ આપ્યો છે. જેની તસવીરે તેણે સોશિયલ મીડિયામાં શેર કરી માહિતી આપી હતી. ક્વિંટન ડિકોકે પોતાની દીકરીનું નામ કિયારા રાખ્યું છે. તેવામાં ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને રાહુલ ચાહરે તેની તસવીરમાં કોમેન્ટ કરી શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકાના સ્ટાર ખેલાડીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ બધાને ચોંકાવી દીધા છે.

સાશાએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી
સાશાએ ઈન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે કિયારા ડિકોક નો જન્મ આજે 6 જાન્યુઆરી 2022ના દિવસે થયો છે. તેનું વજન 2.9 કિલોગ્રામ છે. આ દુનિયામાં તારું સ્વાગત છે દીકરી. આ ફોટોમાં સાશા અને કિયારા બંને સ્વસ્થ જોવા મળ્યા છે. વળી ક્વિંટન પણ દીકરીને ભેટી બેઠો હોય તેવી તસવીર વાઈરલ થઈ રહી છે.

સૂર્યકુમાર યાદવ અને રાહુલે કોમેન્ટ કરી
સાશાએ શેર કરેલી તસવીરમાં ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને રાહુલ ચાહરે કોમેન્ટ કરી શુભેચ્છા પાઠવી છે. એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે પણ બંનેને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે તો લખ્યું કે ટૂંક સમયમાં ત્રણેયને મળીશું.

બુમરાહની પત્નીએ શુભેચ્છા પાઠવી
ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પણ પોસ્ટમાં કોમેન્ટ કરી સાશાને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...