ભાસ્કર LIVE અપડેટ્સ:કઝાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનોમાં 12 પોલીસકર્મચારીનાં મોત, અનેક સરકારી ઓફિસોમાં આગ લગાવી દેવાઈ

11 દિવસ પહેલા
કઝાકિસ્તાનમાં ઓઇલની વધતી કિંમતને કારણે ભારે બબાલ જોવા મળી રહી છે.

કઝાકિસ્તાનમાં થઈ રહેલાં હિંસક પ્રદર્શનોમાં 12 પોલીસકર્મચારીનાં મોત થયાં છે. દેખાવકારો સરકારી ઓફિસોમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી રહ્યા હતા. સુરક્ષાદળોએ પણ દેખાવકારો પર ફાયરિંગ કરતાં ઘણા દેખાવકારોનાં મોત થયાં છે. દેખાવકારોએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન સહિત અનેક સરકારી ઓફિસ અને નેતાઓનાં ઘરમાં પણ આગ લગાવી દીધી હતી. કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારાને કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેને પગલે સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે. કઝાકિસ્તાનના વડાપ્રધાન અસ્કર મમિને બુધવારે રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવને રાજીનામું મોકલ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ અલીખાન સમાઇલોવને કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા છે.

દિવસ દરમિયાનના અન્ય મહત્ત્વના સમાચારો પર નજર કરીએ.....

જમ્મુ-કાશ્મીરમાં 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાx ત્રણ આતંકવાદી ઠાર કરાયા છે. સેનાનું ઓપરેશન ચાલુ છે. મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને બીજી સામગ્રી જપ્ત કરાઈ છે. ગુરુવાર મોડી રાતથી આ અથડામણ શરૂ થઈ હતી.

દિલ્હીમાં મકાન ઘરાશાયી થતાં 2નાં મોત
દિલ્હીના બેગમપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં 4 લોકો દટાઈ ગયા હતા. તેમાંથી 2 લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ દુર્ઘટના વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી.

દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર ક્વિન્ટન ડિકોક પિતા બન્યો, પુત્રીનું નામ કિયારા રાખ્યું
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર ક્વિન્ટન ડિકોક પિતા બન્યો છે. તેની પત્ની સાશાએ બાળકીને જન્મ આપ્યો છે, જેનું નામ કિયારા રાખ્યું છે. ડિકોકે પુત્રી અને પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. થોડા દિવસ પહેલાં જ પરિવારને સમય આપવાનું કારણ આગળ ઘરીને ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

નિવૃત્તિ સમયે તેણે કહ્યું હતું કે પરિવાર પહેલા, પછી ક્રિકેટ
ડિકોકે કહ્યું હતું કે મેં વિચાર્યું કે હવે મારે કઈ વસ્તુઓને પ્રાથમિકતા આપવી જોઈએ. સાશા (તેની પત્ની) અને મેં અમારાં બાળકો અને પરિવારનું વિચારીને આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારા માટે બધું છે. હું એવું ઈચ્છું છું કે પરિવાર માટે મારી પાસે સમય હોય અને તેની સાથે હું સારો સમય વિતાવી શકું. જીવનમાં તમે સમયને છોડીને બધું જ ખરીદી શકો છો. મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હવે તે લોકોને ન્યાય આપવાનો સમય, જે મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે.

અન્ય સમાચારો પણ છે...