તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Queensland Gives Players Special Privileges, That's Why The Series Will Take Place Here, The Challenge Of Playing Tests With Pink Ball Without Practice

ભાસ્કર વિશેષ:ક્વિન્સલેન્ડે ખેલાડીઓને ખાસ છૂટ આપી, એટલા માટે સીરિઝ અહીં થશે, પ્રેક્ટિસ વગર પિન્ક બોલથી ટેસ્ટ રમવાનો પડકાર

મેલબોર્ન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઇ

ઓસ્ટ્રેલિયા અને ભારતની મહિલા ક્રિકેટની બધી સાત મેચ હવે માત્ર 2 સ્ટેડિયમમાં રમાશે. કારણ છે કોવિડનો ડેલ્ટા વેરિયન્ટ. આ સીરિઝ ક્વીસલેન્ડ રાજ્યમાં ગોલ્ડ કોસ્ટ સ્થિત મેટ્રિકોન સ્ટેડિયમ (કારેરા) અને ગ્રેટ બેરિયર રીફ એરીના (મેક્કે) માં રમાશે. પહેલા 19 સપ્ટેમ્બરથી આ સીરિઝ રમાવાની હતી.

હવે તે 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલીએ કહ્યું કે દેશમાં કોવિડના કારણે પરિસ્થિતમાં બદલાવ આવ્યો છે. મેલબોર્ન, સિડની, પર્થમાં મેચ શક્ય નથી. બંને ટીમો ત્રણ વન-ડે, ત્રણ ટી20 અને એક ટેસ્ટ રમશે.

પહેલા ભારતને 17 સપ્ટેમ્બરે સિડનીમાં વોર્મઅપ મેચ રમવાની હતી. પણત્યા લોકડાઉન લાગી ગયું. મેલબોર્નમાં પણ આવી જ સ્થિતિ છે. પર્થમાં કોવિડના કેસ વધુ નથી. પણ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાની બોર્ડર સીલ કરી દીધી છે. તો ક્વીસલેન્ડમાં તો દેશના અન્ય રાજ્યોમાંથી લોકોના આવવા પર મનાઇ છે.પણ ત્યાની સરકારે ક્રિકેટ અને ફૂટબોલના ખેલાડીઓને ખાસ છુટ આપી છે. એટલા માટે અહીં સીરિઝ કરવામાં આવી રહી છે.

હાલ ભારતીય ટીમ 14 દિવસના ક્વોરન્ટાઇનમાં છે. ઓસ્ટ્રેલિયાની ટીમના મોટાભાગના ખેલાડી ક્વીસલેન્ડ પહોંચી ગયા છે. આ ખેલાડીઓ પણ ક્વોરન્ટાઇનમાં છે.ભારતીય ટીમને હાલ હોટલથી બહાર નિકળવાની પરવાનગી નથી. તેથી પ્રેક્ટિસ પણ કરી નહીં શકે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આવનારા દિવસોમાં પરિસ્થિતિ જોઇએ નક્કી કરશે કે પ્રેક્ટિસની પરવાનગી ક્યારથી મળશે.

અન્ય સમાચારો પણ છે...