તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Quarantine Isolation And Ravi Shastri's Guidance Put An End To Virat Rohit Feud, 'Yarana' Resumes Between Two Giants

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેન્સ માટે ખુશખબર:ક્વોરન્ટીન આઇસોલેશન અને રવિ શાસ્ત્રીની ગાઇડન્સે સમાપ્ત કર્યો વિરાટ-રોહિતનો મતભેદ, બંને દિગ્ગજો વચ્ચે ફરી શરૂ થયો 'યારાના'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની અંતિમ T20માં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. - Divya Bhaskar
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની અંતિમ T20માં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
  • રોહિત અને વિરાટે બાયો-બબલમાં સાથે બેસીને પ્રોફેશનલ મુદ્દે જે અણબનાવ હતો એના પર ચર્ચા કરીને મતભેદ દૂર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ માટે અઠવાડિયાં સુધી આઇસોલેશનમાં રહેવું સરળ નહોતું. ઘણા ખેલાડીઓ માનસિક થાકનો શિકાર પણ બન્યા. જોકે આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આઇસોલેશન પિરિયડ અને રવિ શાસ્ત્રીની ગાઈડન્સે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન રોહિત શર્મા વચ્ચેનો મતભેદ દૂર કર્યો છે. બંને વચ્ચે ફરી શરૂ થયું છે યારાનાવાળું ચેપ્ટર.

ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મતભેદ દૂર કર્યા
મીડિયા રિપોર્ટ્સમાં વાત સામે આવી છે કે વિરાટ અને રોહિતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન સાથે બેસીને પોતપોતાના મનની વાત એકબીજાને કહીને મતભેદ દૂર કર્યા છે. ઇંગ્લિશમાં કહેવાય એમ ધે હેવ ટોક્ડ ઈટ આઉટ. વાત કરીને સમસ્યાનું સમાધાન શોધી લીધું છે. આમાં કોચ શાસ્ત્રી અને ટીમ મેનેજમેન્ટનો મહત્ત્વનો ફાળો રહ્યો. ઇંગ્લિશ સામેની શ્રેણીમાં આપણે બંનેને ઓન-ફિલ્ડ વધુ વાતો કરતાં, સાથે નિર્ણય લેતાં અને હસતાં પણ જોયા. બંનેએ નક્કી કર્યું છે કે જૂની વાતો ભૂલીને ફ્રેશ નોટ પર બધું શરૂ કરવું જોઈએ અને બંનેએ આ દિશામાં ભગલાં પણ ભરી લીધાં છે.

ઇંગ્લેન્ડ સામેની જીત કરતાં મોટો પ્લસ પોઇન્ટ બંનેની મિત્રતા
ટીમ સાથે જોડાયેલાં સૂત્રએ નામ ન જણાવવાની શરતે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે ઇંગ્લેન્ડ સામેની શ્રેણી જીત કરતાં મોટો પ્લસ પોઇન્ટ રોહિત-વિરાટની મિત્રતા છે. બંને સાથે એક જ પેજ પર આવ્યા હોવાથી તેનો ફાયદો ઇન્ડિયન ક્રિકેટ ટીમને જ થશે અને આપણે હવે આગામી સમયમાં વધુ સારી રીતે ડોમિનેટ કરીશું.

પ્રોફેશનલ મુદ્દે અને બહારની વાતોને લીધે આવી હતી સંબંધમાં કડવાશ
સૂત્રો અનુસાર, વિરાટ અને રોહિતને પ્રોફેશનલમુદ્દે વાંધો હતો. રોહિત જે રીતે ટીમ ચાલી રહી હતી એનાથી અને અમુક સ્પેસિફિક વાતોથી ખુશ નહોતો તેમજ બહારની વાતોને લીધે પણ બંનેના સંબંધમાં કડવાશ આવી હતી. જોકે બાયો-બબલમાં બંનેને સાથે બેસીને આ બધા મુદ્દે ચર્ચા કરવાની તક મળી અને તેમણે પોતાની વચ્ચેના ડિફરન્સને શોર્ટ આઉટ કરી લીધા છે.

મતભેદની વાતો પર પૂર્ણવિરામ લગાવવા પર પણ પ્રયાસ ચાલુ
હવે બંને ઓન-ધ-ફિલ્ડ અને પબ્લિકલી પણ સાથે વધુ સમય પસાર કરે છે અને મિત્રોની જેમ વાતો કરે છે, જેથી મીડિયા અને તેમના ફેન ગ્રુપ્સ પણ તેમના વચ્ચેના મતભેદની વાતો પર પૂર્ણવિરામ લગાવે અને મિત્રતાના આ નવા અધ્યાયને સહજતાથી સ્વીકારે. બંને આ વાત સમજે છે કે તે બંને ટીમ ઇન્ડિયા માટે એટલા જ મહત્ત્વના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો