તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Punjab Won 5 Matches In UEA In 2014, Losing 4 Out Of 5 This Time, Captain Rahul Tops The List For Most Runs, But Lowest Strike Rate In Powerplay

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL T20:પંજાબે UEAમાં 2014માં 5 મેચ જીતી હતી, આ વખતે 5માંથી 4 હારી ગઈ, કેપ્ટન રાહુલ સૌથી વધુ રન બનાવવા બાબતે ટોપ પર, પરંતુ પાવરપ્લેમાં સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો

દુબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 302 રન સાથે ટોપ પર છે, પરંતુ પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે.  - Divya Bhaskar
પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 302 રન સાથે ટોપ પર છે, પરંતુ પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે. 
 • કિંગ્સ ઈલેવન પંજાબે માત્ર એક જ મેચ જીતી છે, 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને : ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી
 • લોકેશ રાહુલ 302 રન બનાવીને ટોપ પર છે, પરંતુ પ્રારંભિક 6 ઓવરોમાં સ્ટ્રાઈક રેટ ઓછો

રવિવારે ચેન્નઈ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 10 વિકેટે હરાવી. આ પંજાબનો વર્તમાન સિઝનનો 5 મેચમાં ચોથો પરાજય છે. આ વખતે લીગ યુએઈમાં રમાઈ રહી છે. 2014માં પણ લીગની કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી, ત્યારે પંજાબે તમામ 5 મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સને 2014માં તમામ 5 મેચમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે, આ સિઝનમાં તે 4માંથી 3 મેચ જીતી ટોપ પર છે. પંજાબના 4 પરાજય સાથે તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી બની ગઈ છે. પંજાબ હજુ સુધી લીગમાં ચેમ્પિયન બની શક્યું નથી.

રાહુલ 2018માં 100 બોલ પર 158 રન બનાવતો હતો, હવે માત્ર 120 રન

 • પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 302 રન સાથે ટોપ પર છે, પરંતુ પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે.
 • શરૂઆતની 6 ઓવરમાં તેના બેટિંગ સ્ટ્રાઈક રેટમાં 2018ની સરખામણીએ 38 રનનો ઘટાડો થયો છે. જે ત્રણ સિઝનમાં સૌથી ઓછો છે.
 • રાહુલ 120ના સ્ટ્રાકી રેટ એટલે કે 100 બોલ પર 120 રન બનાવી રહ્યો છે. તે 2018માં 158 રન બનાવતો હતો.

પંજાબના બોલરો ડેથ ઓવરોમાં 15થી વધુની ઈકોનોમીથી રન આપી રહ્યા છે
ડેથ ઓવર એટલે કે 16થી 20 ઓવરની વચ્ચે પંજાબના બોલરોનું પ્રદર્શન સૌથી ખરાબ છે. ટીમના બોલરો દરેક ઓવરમાં સરેરાશ 15થી વધુ રન આપી રહ્યા છે. ચેન્નઈનું ડેથ ઓવરોમાંં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ચેન્નઈએ આ ઓવરોમાં સૌથી વધુ 11 વિકેટ લીધી છે.

ટીમઈકોનોમી
પંજાબ15.07
બેંગલુરુ13.35
હૈદરાબાદ11.53
રાજસ્થાન11.16
કોલકાતા10.84
મુંબઈ10.75
દિલ્હી10.65
ચેન્નઈ10.3

​​​​​​ચેન્નઈના બેટ્સમેનોએ પાવરપ્લેની રણનીતિ બદલી

પંજાબ વિરુદ્ધ મેચથી પહેલા ચેન્નઈના બેટ્સમેન પાવરપ્લેમાં સરેરાશ 40 રન બનાવતા હતા. જે સૌથી ઓછા હતા. જોકે, પંજાબ વિરુદ્ધ ચેન્નઈના બેટ્સમેનોએ 60 રન બનાવ્યા. આ અગાઉ પાવર પ્લેમાં પ્લેસિસનો સ્ટ્રાઈક રેટ 117 હતો, જે વધીને 190 થઈ ગયો.

દુબઈમાં પ્રથમ વખત કોઈ ટીમે ચેઝ કરીને મેચ જીતી
ચેન્નઈએ દુબઈમાં પંજાબ વિરુદ્ધ ચેઝ કરીને મેચ જીતી. મેદાન પર પ્રથમ વખત કોઈ ટીમે ચેઝ કરીને વિજય મેળવ્યો છે. આ અગાઉની તમામ 7 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી હતી, જેમાં બે મેચમાં સુપર ઓવર પણ થઈ હતી.

સૌથી લાંબો છગ્ગો મારવાનો રેકોર્ડ રાજસ્થાનના આર્ચરના નામે
લીગમાં સૌથી વધુ 16 છગ્ગા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન સંજુ સેમસને લગાવ્યા છે, પરંતુ સૌથી લાંબો છગ્ગો રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ફટકાર્યો છે. ચેન્નઈ વિરુદ્ધ આર્ચરે 105 મીટરનો છગ્ગો માર્યો હતો.

બે ખેલાડીએ 100 મી. લાંબા છગ્ગા માર્યા

ખેલાડીછગ્ગાની લંબાઈછગ્ગા
જોફ્રા આર્ચર1058
શેન વોટ્સન1018
શ્રેયસ અય્યર999
નિકોસ પૂરન978
કીરોન પોલાર્ડ9713

લીગમાં સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ રાહુલને નામે

ખેલાડીટીમચોગ્ગા
રાહુલપંજાબ31
મયંકપંજાબ27
પ્લેસિસચેન્નઈ26
પડ્ડીકલબેંગલુરુ19
સૂર્યકુમારમુંબઈ16
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો