તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Punjab Team Co owner Wadia Says Corona's Guideline Should Be Strictly Enforced, Even A Positive Case Will Ruin The Entire IPL

કોરોના અંગે બેદરકારી નહિ:પંજાબની ટીમના કો-ઓનર વાડિયાએ કહ્યુ- કોરોના ગાઇડલાઇનનો કડક અમલ થવો જોઈએ, એક પોઝિટિવ કેસ પણ આખી IPLને બરબાદ કરી નાખશે

એક વર્ષ પહેલા
વાડિયાએ કહ્યું- અત્યારે અમે માત્ર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા વિશે વિચારી રહ્યા છીએ. -ફાઇલ ફોટો
 • પંજાબની ટીમના કો-ઓનર નેસ વાડિયાએ કહ્યું- જો જરૂર પડે તો વીવોની જગ્યા અન્ય કંપનીઓ લઈ શકે છે
 • વાડિયાએ કહ્યું- વર્તમાન સ્થિતિમાં જો સ્પોન્સર્સ લીગનો ભાગ નહિ બને તો મોટી ભૂલ કરશે
 • IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે, ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક (કો-ઓનર) નેસ વાડિયાએ કહ્યું કે, હાલમાં લીગ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે એક કેસ પણ પોઝિટિવ આવશે તો તે આખી લીગને બરબાદ કરી નાખશે. તેમણે આ વાત ન્યૂઝ એજન્સીને કહી હતી.

તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ પર રોક લગાવવા BCCIની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું બધા સરખી રીતે પાલન કરે તે જરૂરી છે.

ખેલાડીઓની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે

 • ટૂર્નામેન્ટની તૈયારીઓ અને ગાઇડલાઇન્સ સંદર્ભે BCCI અને ટીમ માલિકોની એક દિવસ પહેલા બેઠક થઈ હતી. વાડિયા પણ આમાં સામેલ હતા.
 • બાદમાં જ્યારે તેમને ચીની મોબાઇલ કંપની વીવોને IPL સ્પોન્સરશિપમાંથી હટાવવા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આ અંગે ઘણી અટકળો થઈ રહી છે.
 • તે ખરેખર સમજણની બહાર છે. અમને બધા ટીમ માલિકોને જ ખબર છે કે આ વખતે IPL થઈ રહી છે.
 • અમે ફક્ત ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને બાકીના સ્ટેકહોલ્ડર્સની સલામતી વિશે વિચારી રહ્યા છીએ.
 • વીવો અંગે BCCIનો નિર્ણય કેવો છે તે અંગે હું કહી શકતો નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે જરૂર પડે તો બીજી કંપનીઓ વીવોને રિપ્લેસ કરી શકે છે.

સ્પોન્સર્સ વર્ષે લીગનો ભાગ જરૂર બનવું જોઈએ

 • વાડિયાએ કહ્યું કે હાલની આર્થિક પરિસ્થિતિ જોતાં મને લાગે છે કે સ્પોનર્સે, પછી તે ટીમ હોય કે IPL, ડીલ જીતવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એક વાત સ્પષ્ટ છે કે આ વખતે લીગ સૌથી વધુ જોવાશે.
 • તેમણે કહ્યું હતું કે લીગનો ભાગ ન બનીને સ્પોન્સર્સ મોટી ભૂલ કરશે. જો હું તેમની જગ્યાએ હોત, તો હું ચોક્કસપણે લીગનો ભાગ બન્યો હોત.

સુરક્ષા સાથે કોઈ સમાધાન નહિ

 • વાડિયાએ કહ્યું કે મેં હજી સુધી UAE જવાનું નક્કી કર્યું નથી, પરંતુ સુરક્ષામાં કોઈ પણ સંજોગોમાં સમાધાન થવું જોઈએ નહિ.
 • અમારે બાયો-સિક્યુરિટી વાતાવરણ સાથે એડજસ્ટ થવું પડશે. આ સામાન્ય સ્થિતિ નથી, તેથી આ પ્રકારની વસ્તુ કરવી જ પડશે.

દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે

 • UAEમાં કોરોના વચ્ચે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટૂર્નામેન્ટ થવાની છે. આ અંગે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે.
 • તેના અનુસાર, તમામ 8 ટીમોએ અલગ-અલગ હોટલમાં રોકાવાનું રહેશે. ખેલાડીઓ રૂમમાંથી બહાર નીકળી શકશે નહીં. ખેલાડીઓના રૂમમાં માત્ર રૂમ સર્વિસને જવાની મંજૂરી મળશે.
 • ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે.
 • બાયો-સુરક્ષિત વાતાવરણમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં બધા ખેલાડીઓ ગાઇડલાઇન્સ હેઠળ એક સાથે બેસીને ખાઈ શકશે નહીં.
 • જો કોઈ ખેલાડી અથવા સ્ટાફ બાયો-સિક્યુર નિયમ તોડે છે, તો કડક સજા કરવામાં આવશે.