તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Punjab Kings And RCB, Who Scored 13 13 Centuries, Have Not Won A Single Title, KKR, Who Scored A Century, Became A Two time Champion.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL ટીમ રેકોર્ડ્સ:13-13 સદી ફટકારનાર પંજાબ કિંગ્સ અને RCB એકપણ ટાઇટલ જીતી નથી, એક સદી મારનાર KKR બેવાર ચેમ્પિયન બની

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 5 ટાઇટલ જીતનાર મુંબઈની ટીમે 4 સદી મારી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં અત્યારસુધીમાં 10 ટીમના 36 ખેલાડીએ 63 સદી મારી છે. જોકે વધુ સદી મારવી એનો મતલબ એવો નથી કે મેચ કે ટાઇટલ જીતી જવાય છે. આ અમારું નહીં, પરંતુ ડેટાનું કહેવું છે. અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 3 ટીમ તરફથી 10થી વધુ સદી નોંધાઈ છે, પરંતુ આ ત્રણેય ટીમો ટાઇટલ જીતી શકી નથી, જ્યારે 13 સીઝનમાં માત્ર એક સદી મારનાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બે વાર ટાઇટલ જીતી ચૂકી છે.

પંજાબ કિંગ્સ (PK), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) છે. વિરાટ કોહલીની કપ્તાનીવાળી RCB અને લોકેશ રાહુલની કપ્તાનીવાળી પંજાબ તરફથી 13-13 સદી લાગી છે, જ્યારે દિલ્હી તરફથી 10 સદી નોંધાઈ છે.

સૌથી વધુ 5 ટાઇટલ જીતનાર મુંબઈની ટીમે 4 સદી મારી
IPL ઇતિહાસમાં અત્યારસુધીમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ પોતાના નામે કર્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં કપ ઉપાડ્યો હતો. આ ટીમ તરફથી અત્યારસુધીમાં 4 સદી જ નોંધાઈ છે. ટીમ માટે બેસ્ટ સ્કોર અણનમ 114 રન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ બનાવ્યો હતો.

ધોનીની ટીમ ચેન્નઈએ 3 ટાઇટલ જીત્યા અને 8 સદી મારી
મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સ ટૂર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ રહી છે. તેમણે 2010, 2011 અને 2018માં ટ્રોફી જીતી હતી. ટીમ તરફથી 8 સદી ફટકારવામાં આવી છે. ટીમથી રિટાયર થઈ ચૂકેલા શેન વોટ્સને સૌથી વધુ 4 સદી મારી છે. મુરલી વિજયે પણ 2 સદી મારી છે.

KKR માત્ર એક સદી ફટકારી શકી છે
IPL KKR એકમાત્ર એવી ટીમ છે જેણે માત્ર એક જ સદી મારી છે. આ સદી પહેલી સીઝન (2008)માં ન્યૂઝીલેન્ડના પૂર્વ કપ્તાન બ્રેન્ડન મેક્કુલમે મારી હતી. આ IPLની પ્રથમ સદી પણ હતી. માત્ર એક જ સદી ફટકારી હોવા છતાં KKRની ટીમ બેવાર 2012 અને 2014માં ટાઇટલ જીતી ચૂકી છે.

હૈદરાબાદ પણ 2 વાર ચેમ્પિયન બની
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સિવાય હૈદરાબાદ 2 વાર (2009, 2016)માં ચેમ્પિયન બની હતી. હૈદરાબાદ તરફથી 3 સદી નોંધાઈ છે. 2 સદી હૈદરાબાદની જૂની ફ્રેન્ચાઈઝ ડેક્કન ચાર્જર્સ તરફથી લાગી હતી. ટૂર્નામેન્ટની ઓપનિંગ સીઝનમાં ટાઇટલ જીતનાર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ 7 સદી મારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો