રણજી:મુંબઈ સામે પૂજારા શૂન્ય પર આઉટ થયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સામે મધ્ય પ્રદેશને 145 રનની લીડ

અમદાવાદમાં રમાતી મુંબઈ-સૌરાષ્ટ્રની મેચમાં મુંબઇએ પ્રથમ ઈનિંગ્સ 7 વિકેટે 544 રને ડિકલેર કરી હતી. જેની સામે સૌરાષ્ટ્ર 220 રનમાં ઓલઆઉટ થતા ફોલોઓન અપાયું હતું. ખરાબ ફોર્મને કારણે શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાંથી પડતા મુકાયેલ ચેતેશ્વર પૂજારા પ્રથમ ઈનિંગ્સમાં 0 પર આઉટ થયો હતો.

બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રે ત્રીજા દિવસની રમતના અંતે વિના વિકેટે 105 રન કર્યા છે. સ્નેલ પટેલ 64 રને અને હાર્વિક દેસાઇ 39 રને દાવમાં છે. મુંબઇના સ્કોરથી સૌરાષ્ટ્ર હજુ 219 રન પાછળ છે.

ગુજરાત સામેની મેચના ત્રીજા દિવસની રમતના અંતે મધ્યપ્રદેશની ટીમે બીજા દાવમાં 4 વિકેટ ગુમાવી 202 રન કરી 145 રનની લીડ મેળવી છે. દિવસની રમતના અંતે મધ્યપ્રદેશના શુભમ શર્મા 70 અને રજત પાટીદાર 53 રને રમતમાં છે. ગુજરાતના ચિંતન ગાજાએ 2 વિકેટ ઝડપી. મેચના ત્રીજા દિવસે ગુજરાતે 244-6થી આગળ રમવાનું શરૂ કર્યું, જોકે ટીમ 87 રન ઉમેરી ઓલઆઉટ થઈ હતી. એમ.પી.ના ઇશ્વર ચંદ્ર પાંડેએ 5 અને ગૌરવ યાદવે 4 વિકેટ ઝડપી હતી.

રાજકોટમાં રમાઇ રહેલા એલીટ એ ગ્રુપમાં કેરળનો મેઘાલય સામે ઇનિંગ અને 166 રનથી વિજય થયો છે. મેઘાલયના પ્રથમ દાવમાં 148 રન સામે કેરળે પ્રથમ દાવમાં 505 રને નવ વિકેટ ગુમાવ્યા બાદ દાવ ડિકલેર કર્યો હતો. વત્સલે અણનમ 106 રન કર્યા હતા. બીજી ઈનિંગ્સ માટે ઉતરેલ મેઘાલયની ટીમ મેચના ત્રીજા દિવસે 191 રનમાં ઓલઆઉટ થતા કેરળે પ્રથમ મેચમાં જીત મેળવી 7 પોઇન્ટ મેળવ્યા. કેરળના થમ્પીએ 4, જલજ સકસેનાએ 3 વિકેટ ઝડપી.

અન્ય મેચમાં જમ્મુ-કાશ્મીરના 20 વર્ષીય અબ્દુલ સમદે પુડુચેરી વિરુદ્ધ 68 બોલમાં સદી ફટકારી હતી. આ રણજીમાં બીજી સૌથી ઝડપી સદી છે. સૌથી ઝડપી સદી પંતે 48 બોલમાં ફટકારી હતી. જમ્મુ-કાશ્મીરની ટીમ 426 રને ઓલઆઉટ થઈ. સમદેં 103 રન કર્યા. અન્ય મેચમાં દિલ્હી સામે તમિલનાડુ 494 રને ઓલઆઉટ થઈ. શાહરૂખ ખાન (194) બેવડી સદી ચૂક્યો.

અન્ય સમાચારો પણ છે...