તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSLમાં તૂ-તૂ-મેં-મેં:શાહીનના બાઉન્સર બાદ સરફરાઝ ભડક્યો; નોન સ્ટ્રાઈકર એન્ડ પર આવીને ઝઘડો કર્યો, અમ્પાયર-સીનિયર ખેલાડીએ બંનેને અલગ કર્યા

3 મહિનો પહેલા
શાહીન આફ્રિદી અને સરફરાઝ અહેમદવચ્ચે શાબ્દિક યુદ્ધનો માહોલ સર્જાયો

પાકિસ્તાન પ્રીમિયર લીગમાં મેચ દરમિયાન મંગળવારના રોજ શાબ્દિક બોલાચાલી થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ અને શાહીન આફ્રિદી વચ્ચે ઘર્ષણ થયું હતું. વિવાદ વકરતો જોઈને ફીલ્ડ અમ્પાયર અને લાહોરની ટીમના કેપ્ટન સાહેલ અખ્તર તથા સીનિયર ખેલાડી મોહમ્મદ હાફીઝે બંનેને અલગ કરીને પરિસ્થિતિ પર કાબૂમાં લીધી હતી.

વિવાદનો સમગ્ર ઘટનાક્રમ
મંગળવારના રોજ PSLના ક્વેટા ગ્લૈડિએટર્સ અને લાહોર કલંદર વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ અને શાહીન આફ્રિદી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.

 • ક્વેટા ગ્લેડિએટર્સની ઈનિંગ દરમિયાન 19મી ઓવરમાં લાહોરનો શહિન આફ્રિદી બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે સરફરાઝ બેટિંગ ક્રીઝ પર હતો.
 • આ દરમિયાન શાહીમે બાઉન્સર ફેંકતા, સરફરાઝના હેલ્મેટ પર બોલ વાગ્યો અને થર્ડ મેનની દિશામાં ગયો હતો.
 • સરફરાઝ એક રન લઈને નોન સ્ટ્રાઈકરની દિશા તરફ ચાલ્યો ગયો હતો.
 • આ સમયે સરફરાઝે શાહિન આફ્રિદીને કશુંક કહ્યું હતું, જેથી મુદ્દો ગરમાયો હતો. શાહિન આફ્રિદી દોડીને સરફરાઝ તરફ આવ્યો હતો અને બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો.
 • અમ્પાયર અને લાહોરના કેપ્ટન સોહેલ અખ્તર તથા સીનિયર ખેલાડી મોહમ્મદ હાફીઝે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ક્વેટા ગ્લેડિએટર્સે લાહોરને 18 રનથી માત આપી

 • આ મેચ ક્વેટાએ 18 રનથી જીતી લીધી હતી.
 • ક્વેટા ગ્લેડિએટર્સે પ્રથમ બોલિંગ કરતા સમયે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.
 • ગ્લેડિએટર્સના ખેલાડી સરફરાઝે 27 બોલમાં અણનમ 34 રન અને આઝમ ખાને 18 બોલમાં 33 રન બનાવ્યા હતા.
 • લાહોર કલંદર્સની ટીમ 18 ઓવરમાં 140 રનની અંદર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેડિએટર્સની ટીમના ખેલાડી ખુર્રમ શહેઝાદે 3 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

પેશાવર ઝલ્મીએ કરાચી કિંગ્સને 6 વિકેટે હરાવ્યું

 • મંગળવારે બીજી મેચ પેશાવર ઝલ્મીએ ગત વર્ષના વિજેતા કરાચી કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું છે.
 • કરાચી કિંગ્સે પ્રથમ બેટિંગ કરતી વેળાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 108 રન બનાવ્યા હતા.
 • પેશાવરના કેપ્ટન વહાબ રિયાઝે 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વળીં, અબરાર અહેમદે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
 • ટાર્ગેટ ચેઝ કરતા સમયે પેશાવરના ઓપનર હઝરતુલ્લાહે 26 બોલમાં 63 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.
 • હઝરતુલ્લાહે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા. તે મેન ઓફ મેચ પણ રહ્યો હતો.
 • પેશાવરે 11મી ઓવરમાં 4 વિકેટના નુકસાને સ્કોર ચેઝ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...