ક્રિકેટ / પૃથ્વી શો ફિટ, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં તક મળવાની શક્યતા

Prithvi Shaw set to join India A team in New Zealand

Divyabhaskar.com

Jan 16, 2020, 10:18 AM IST

મુંબઈ: પૃથ્વી શો હવે સંપૂર્ણ પણે ફિટ થઈ ગયો છે. આગામી 48 કલાકમાં તે ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ભારત-એ ટીમ સાથે જોડાશે. તે ગત અઠવાડિયે રણજી ટ્રોફીની એક મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે પછી નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબ સાથે તેનું કમબેક નિશ્ચિત થઈ ગયું છે.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, પૃથ્વી ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ભારત-એ ટીમ સાથે જોડાશે. 20 વર્ષીય પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડમાં યોજાનારી 2 ટેસ્ટ મેચની સીરિઝ માટેની ટીમમાં પણ સ્થાન મળી શકે છે.

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું કે, પૃથ્વી અને શુભમન બંને હવે ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે સિલેક્ટ થવાની રેસમાં છે. જોકે આ મામલે શુભમન આગળ છે. શૉ 2 ટેસ્ટમાં 237 રન કરી ચૂક્યા છે. તેણે વિન્ડીઝ વિરુદ્ધની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

X
Prithvi Shaw set to join India A team in New Zealand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી