તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Preity Zinta's Team Buys Shah Rukh Khan, Bets Between RCB And Delhi Capitals Frozen, Finally Punjab Team Buys For Rs 5.25 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહરૂખ કિંગ્સ પંજાબમાં:પ્રીતિ ઝિન્ટાની ટીમે શાહરૂખ ખાનને ખરીદ્યો, RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હોડ જામી, અંતે પંજાબની ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શાહરૂખે અત્યાર સુધીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 33ની સરેરાશથી 231 રન બનાવ્યા છે. તો 31 ટી-20 મેચમાં 19ની સરેરાશ અને લગભગ 132ની સ્ટ્રાઈક રેટથી 293 રન બનાવ્યા છે. - Divya Bhaskar
શાહરૂખે અત્યાર સુધીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 33ની સરેરાશથી 231 રન બનાવ્યા છે. તો 31 ટી-20 મેચમાં 19ની સરેરાશ અને લગભગ 132ની સ્ટ્રાઈક રેટથી 293 રન બનાવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ખેલાડીઓની બોલી બોલાઈ હતી. ઓક્શનમાં પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ પંજાબે શાહરૂખ ખાનને 5.25માં ખરીદ્યો છે. આ શાહરૂખ કેકેઆરનો માલિક નહીં પરંતુ તમિલનાડુનો યુવા બેટ્સમેન શાહરૂખ ખાન છે. શાહરૂખને ખરીદવા માટે કિંગ્સ પંજાબે 5.25 કરોડ રૂપિયા ચુકવ્યા છે.. શાહરૂખ ખાનની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. જો કે બોલિવુડ સ્ટાર શાહરૂખની જેમ ઓક્શનમાં પણ તે નામ ધરાવનાર ખેલાડી ઓન ડિમાન્ડ રહ્યો. શાહરૂખ ખાનને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે ખરીદવાની હોડ લાગી હતી. જો કે અંતે કિંગ્સ પંજાબે બાજી મારી હતી.

શાહરૂખને ખરીદવા ત્રણ ટીમ વચ્ચે જોવા મળી હરિફાઈ
તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે તેને ખરીદવા માટે હોડ જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સે તેના માટે 1 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. જે બાદ દિલ્હી કેપિટલ્સે તેની બોલી 2 કરોડ રૂપિયા સુધી પહોંચાડી હતી. પરંતુ બેંગલોરો જેવાં જ 20 લાખ રૂપિયા વધાર્યા ત્યારે કિંગ્સ પંજાબે 2.40 કરોડ રૂપિયાની બોલી લગાડી હતી. જે બાદ બેંગલોર ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. જો કે શાહરૂખની કિંમત વધતી ગઈ અને પંજાબ તેને પોતાની સાથે જોડવા માટે ચાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પંજાબ કિંગ્સે તે બાદ 5.25 કરોડ રૂપિયાની જોરદાર બોલી હતી અને તેને ખરીદી લીધો હતો.

પોતાના જોરે છવાયો હતો શાહરૂખ
ભારતના અનકેપ્ડ બેટ્સમેન 25 વર્ષના શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે 5 કરોડ 25 લાખમાં ખરીદ્યો. શાહરૂખ ખાને આ વર્ષે સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટમાં પોતાના જોરે ચર્ચામાં રહ્યો હતો. તમિલનાડુની ટીપ ચેમ્પિયન પણ બની હતી. શાહરૂખે અત્યાર સુધીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 33ની સરેરાશથી 231 રન બનાવ્યા છે. તો 31 ટી-20 મેચમાં 19ની સરેરાશ અને લગભગ 132ની સ્ટ્રાઈક રેટથી 293 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 40 રન નોટઆઉટ છે. આ ઉપરાંત તેને 2 વિકેટ પણ ઝડપી છે.

2019ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સેમીફાઈનલ મુકાબલામાં 46 બોલ પર નોટઆઉટ 56 રન બનાવીને શાહરૂખ ખાન પહેલી વખત છવાયો હતો. હવે તે પ્રીતિ ઝિન્ટાની ટીમમાંથી રમતો જોવા મળશે. જે હવે આ વખતે બદલાયેલા નામની સાથે મેદાન પર ઉતરશે. કિંગ્સ ઈલેવન પંજાબ હવે પંજાબ કિંગ્સના નામથી રમાશે.

કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં ટીમનું નવું નામ પંજાબ કિંગ્સ હશે
કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં ટીમનું નવું નામ પંજાબ કિંગ્સ હશે

કિંગ્સ ઈલેવન પંજાબ હવે પંજાબ કિંગ્સના નવા નામથી રમશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. કિંગ્સ ઈલેવન પંજાબ એ જૂજ ટીમોમાંની એક છે, જે અત્યારસુધીમાં એકપણ ખિતાબ પોતાના નામે કરી શકી નથી, પરંતુ 14મી સીઝન અગાઉ ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં ટીમનું નવું નામ પંજાબ કિંગ્સ હશે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની એ આઠ ટીમમાંની એક છે, જે યુએઈમાં છેલ્લા સેશનમાં રમી હતી. બીસીસીઆઈની એક સૂત્રના અનુસાર, ‘ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ અગાઉ જ એ કામ કરવું યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી.’

મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પૉલની ટીમ અત્યારસુધી એકવાર પણ આઈપીએલ જીતી શકી નથી. ટીમ એકવાર રનર-અપ રહી અને એકવાર ત્રીજા સ્થાને રહી
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પૉલની ટીમ અત્યારસુધી એકવાર પણ આઈપીએલ જીતી શકી નથી. ટીમ એકવાર રનર-અપ રહી અને એકવાર ત્રીજા સ્થાને રહી

એકવાર પણ IPL ન જીતનારી પંજાબની ટીમે અનેક મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પૉલની ટીમ અત્યારસુધી એકવાર પણ આઈપીએલ જીતી શકી નથી. ટીમ એકવાર રનર-અપ રહી અને એકવાર ત્રીજા સ્થાને રહી.પંજાબ કિંગ્સે પોતાનું નામ હરાજી અગાઉ જ બદલ્યું છે. ગત સીઝન પછી પંજાબની ટીમે મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો