ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મેજર લીગમાં પાવર બેટનો ઉપયોગ જોવા મળી શકે છે, હાઈટેક ગેજેટ્સની મદદથી ઈજાની માહિતી મળશે

ન્યુયોર્ક11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન ક્રિકેટમાં ટેકનોલોજીનો વ્યાપ વધ્યો
  • માઈક્રોસોફ્ટ અને એડોબ જેવી ઘણી મોટી કંપનીઓ અમેરિકાની ક્રિકેટ ટીમ અને લીગમાં રોકાણ કરી રહી છે

સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને દિગ્ગજ ટેક સીઈઓ અમેરિકામાં ક્રિકેટ ટીમ અને લીગમાં રોકાણ કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ ક્રિકેટમાં રોકાણ કરી રમતને ત્યાં વિસ્તરણ કરવાની સાથે-સાથે અમેરિકામાં આ ક્રિકેટમાં નવી જ દિશા દેખાડી છે. ટૂર્નામેન્ટમાં ટેકનોલોજીને જોડી તેઓ રમતમાં ટેક-ટ્વિસ્ટ લાવ્યા છે. નડેલા અને એડોબના ટેક સીઈઓ શાંતનુ નારાયણ મેજર ક્રિકેટ લીગને સમર્થન કરનારા સમૂહમાં સામેલ છે. આ અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝ દ્વારા સંચાલિત એક નવી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ છે, જે 2023માં લોન્ચ કરાશે.

તેમાં એવી ઘણી ટેકનોલોજી જોવા મળશે, જેનો અત્યારસુધી ક્યારેય ઉપયોગ કરાયો નથી. જેમકે, માઈક્રોસોફ્ટ એઆઈવાળા પાવર બેટ, સરફેસ ટેબલેટ્સ (જેનો લાઈવ મેચ દરમિયાન કોચ દ્વારા સ્ટ્રેટેજી બનાવવા માટે ઉપયોગ કરાશે), સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ પ્લેટફોર્મ (જેનાથી ટ્રેનર્સ ખેલાડીઓની ઈજા અંગે જાણી શકશે અને તેનો પ્રેક્ટિસ રુટીન બનાવી શકશે). આ ઉપરાંત ઘણા હાઈટેક હાર્ડવેર અને સોફ્ટવેરના ઉપયોગની પણ આશા છે. નડેલાને ક્રિકેટમાં ઘણો રસ છે. તેઓ ઘણીવાર જણાવ્યું છે કે- ક્રિકેટ પિચ પર જ તેમની અંદર લિડરશીપ સ્કિલ્સ ડેવલપ થઈ હતી.

બાળપણમાં તેઓ પ્રોફેશનલ ક્રિકેટર બનવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે,‘સ્કૂલમાં ક્રિકેટ સમૃદ્ધ વારસો હતો. હું સ્પિન બોલર હતો. તે પછી મને ક્રિકેટમાં પોતાની મર્યાદા અંગે જાણ થઈ અને એન્જિનિયરિંગ તથા ટેકનોલોજી તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો.’ ગેજેટ્સ આગામી વર્ષે મેજર ક્રિકેટ લીગને એક નવી ઊંચાઈએ પહોંચાડશે. ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

માઈક્રોસોફ્ટ અને મેજર ક્રિકેટ લીગના આયોજકોએ જણાવ્યું કે, માઈક્રોસોફ્ટ સ્પોર્ટ્સ ટેકનોલોજી દ્વારા વિકસિત ગેજેટ્સનો ઉપયોગ ખેલાડીઓ અને કોચ દ્વારા કરવામા આવે તેવી આશા છે. તેનાથી તેઓ રિયલ ટાઈમ પ્રેક્ટિસ અને સ્ટ્રેટેજી પર કામ કરી શકશે. આમ કરવાથી ઈજાનું જોખમ ઓછું રહેશે. મેજર ક્રિકેટ લીગના સિનિયર અધિકારીએ જણાવ્યું કે,‘લીગ માટે ઘણા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. વિવિધ રાજ્યોમાં ટીમો બનાવવામાં આવી રહી છે. નિયમિત રીતે ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે.’

સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ પ્લેટફોર્મઃ વર્કલોડ મેનેજ કરી રુટિન તૈયાર કરવામાં મદદરૂપ
સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ પ્લેટફોર્મ કોચ અને ટ્રેનર્સને ખેલાડીઓની ઈજા અંગે માહિતી મેળવવામાં મદદરૂપ થશે. જેથી ખેલાડીઓ પોતાનો વર્કલોડ મેનેજ કરવાની સાથે પ્રેક્ટિસ રુટિન પણ તૈયાર કરી શકશે. તેના થકી ખેલાડીના થાક અંગે પણ માહિતી મેળવી શકાશે. આ એક રીતે તેમની દરેક મૂવમેન્ટને ટ્રેક કરી માહિતી આપે છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ ફૂટબોલ ક્લબ એસએલ બેનફિકા અને અમેરિકાની ઘણી કોલેજ તેનો ઉપયોગ કરે છે. માઈક્રોસોફ્ટના આ પ્લેટફોર્મનો હેતુ ટીમોને પોતાના ખેલાડીઓના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ થવાનો છે.

પાવર બેટ્સઃ કુંબલેના સ્ટાર્ટઅપની મદદથી બનાવવામાં આવ્યું​​​​​​​
લીગમાં પાવર બેટ્સનો પણ ઉપયોગ અન્ય ગેજેટ્સની જેમ થઈ શકે છે. માઈક્રોસોફ્ટે અનિલ કુંબલેના ટેકનોલોજી સ્ટાર્ટઅપના સહયોગથી પાવર બેટ લોન્ચ કર્યા છે. પાવર બેટ જુદા-જુદા માપદંડના આધાર પર ખેલાડીના રિયલ ટાઈમ પ્રદર્શનનો ડેટા આપે છે. જેમ કે બોલની ગતિની અસર, શૉટ ક્વોલિટી તથા અન્ય. આ માટે બેટ પર એક સ્ટિકર ચોંટાડવામા આવે છે. તેમાં રિયલ ટાઈમ ડેટા કેપ્ચર થાય છે. તે રિયલ ટાઈમમાં કોચને મળે છે. તેની મદદથી કોચ આગળની રણનીતિ તૈયાર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...