બાઉન્ડરી પર અય્યરે છલાંગ લગાવીને રોક્યો છગ્ગો:પૂરને ડીપ મિડવિકેટ પર શોટ માર્યો હતો; પંત બોલ્યો- જોઈને એવું લાગે છે કે બંદર હોય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંતે અય્યરને બંદર કહ્યો

ભારત-વેસ્ટઇન્ડીઝની વચ્ચે શુક્રવારે રમાયેલી પ્રથમ T20 મેચમાં શ્રેયસ અય્યરે કરેલી શાનદાર ફિલ્ડિંગની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને એ શોટ પર, જે તેણે બાઉન્ડરી પર છલાંગ લગાવીને ટીમ માટે ચાર રન બચાવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો તેને સ્પાઈડરમેન પણ કહી રહ્યા છે.

અય્યર દ્વારા આ શાનદાર ફિલ્ડિંગ પાવર પ્લે દરમિયાન બની હતી. અશ્વિન 5મી ઓવર નાખવા આવ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર નિકોલસ પૂરન ડીપ મિડવિકેટ પર જબરદસ્ત શોટ રમ્યો હતો. એ શોટ જોઈને લાગતું હતું કે બોલ આસાનીથી બાઉન્ડરીને પાર કરી જશે. ત્યારે મિડવિકેટ પર ઊભેલા શ્રેયસ અય્યરે બાઉન્ડરી પર છલાંગ લગાવી હતી અને બોલને ફિલ્ડની અંદર નાખી દીધો હતો. તે ખુદ બાઉન્ડરીની બહાર જઈ પડ્યો હતો. તે કેચ પકડવામાં સફળ નહોતો રહ્યો, પરંતુ તેણે ટીમ માટે 4 રન જરૂરથી બચાવી લીધા હતા.

પંતે અય્યરને બંદર કહ્યો
અય્યરની એ ફિલ્ડિંગથી પેવેલિયન તાળીઓથી ગુંજી ઊઠ્યું હતું. વિકેટની પાછળ ઊભેલા રિષભ પંતે તેને બંદર કહ્યો હતો એ સંભળાય છે. પંત બોલ્યો કે એવું લાગી રહ્યું છે કે તે બંદર હોય! પંતની આ વાત સ્ટંપ પર લાગેલા માઇકમાં રેકોર્ડ થઈ ગઈ હતી.

ભારતે 68 રનથી જીતી મેચ
ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં 68 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે આપેલા 191 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 122/8 જ કરી શકી હતી.

ડુસેનનો કેચ ડ્રોપ ચર્ચામાં રહ્યો હતો.
પાછલા મહિને સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચ દરમિયાન શ્રેયસ અય્યરથી છોડાયેલો કેચ ચર્ચામાં હતો. અય્યરે આવેશ ખાને નાખેલા બોલ પર આફ્રિકી બેટર રાસી વાન ડાર ડુસેનનો કેચ છોડ્યો હતો. ત્યાર બાદ તેણે 46 બોલમાં 75* રનની ઇનિંગ રમી હતી અને ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી. ભારત એ મેચ સાત વિકેટથી હારી ગયું હતું.