આકાશ ચોપરા પર પોલાર્ડ ભડક્યો:કહ્યું- ફોલોઅર્સ વધારવા વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે, પછી ટ્વીટ ડિલિટ કરી દીધું

23 દિવસ પહેલા

વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ અત્યારે આકાશ ચોપરા પર ગુસ્સે થઈ ગયો છે. પોલાર્ડે આકાશ ચોપરા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે ક્રિકેટ સંબંધિત મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર પોલાર્ડ પોતાની વાત પર મક્કમ રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. પોલાર્ડે ટ્વીટ ડિલિટ કરે ત્યાં સુધીમાં આ વાત ઘણી વાઈરલ થઈ ગઈ હતી. હવે તેના ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

IPLમાં મુંબઈની સિઝન સૌથી ખરાબ રહી
આઈપીએલના ઈતિહાસમાં MI પહેલી એવી ટીમ બની ગઈ છે જે એક સિઝનની પહેલી 8 મેચ હારી ગઈ છે. કિરોન પોલાર્ડને મુંબઈની ટીમે ત્યાં સુધી તક આપી હતી જ્યાં સુધી MIની ટીમ સ્પર્ધામાંથી સંપૂર્ણપણે બહાર ન થઈ ગઈ. તેવામાં ખરાબ પ્રદર્શનના કારણે IPL 2022ના અંતે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.

ટીમ ડેવિડના બદલે પોલાર્ડને ટીમમાં વધુ તક આપવામાં આવતા મુંબઈના ફેન્સ પણ નારાજ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પોલાર્ડને તેના જન્મદિવસે મુંબઈની પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યો હતો.

આકાશે યૂટ્યુબ ચેનલમાં પોલાર્ડ પર કટાક્ષ કર્યો
પોતાની યૂટ્યુબ ચેનલના એક એપિસોડ દરમિયાન, આકાશ ચોપરા વાતવાતમાં પોલાર્ડ પર કટાક્ષ કરતો જોવા મળ્યો હતો. તેનો અભિપ્રાય હતો કે કિરોન પોલાર્ડના કારણે જ MI આ સિઝનમાં સારું પ્રદર્શન કરી શક્યું નથી. પોતાની યૂટ્યુબ ચેનલ પર વાત કરતા આકાશ ચોપરાએ કહ્યું કે અમે પોલાર્ડનું છેલ્લું IPL પ્રદર્શન જોયું છે, જેને 6 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો. હવે મુંબઈ ભાગ્યે જ તેમને પોતાની સાથે રાખશે.

ઘરે પાછા ફરતા પોલાર્ડે આકાશને જવાબ આપવાનું નક્કી કર્યું. પોલાર્ડે આકાશ ચોપરા વિશે કહ્યું કે આશા છે કે તમારો ફેન બેઝ અને ફોલોઅર્સ વધશે. તેમે આ રીતે જ વધારતા રહો. પોલાર્ડે IPL 2022ની 11 મેચોમાં 14.40ની નબળી સરેરાશથી માત્ર 144 રન કર્યા હતા. આ દરમિયાન તે બોલિંગમાં માત્ર 4 વિકેટ લઈ શક્યો, જ્યાં તેનો ઈકોનોમી રેટ 9ની આસપાસ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...