ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં પહોંચી:23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે, રોહિત એન્ડ કંપનીએ આજથી પ્રેક્ટિસ શરૂ કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. જોકે ભારત અને પાકિસ્તાનના ચાહકોને તો રવિવારે રમાનાર મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ખરાખરીની મેચ માટે રોહિત એન્ડ કંપની મેલબોર્ન પહોંચી ગઈ છે. BCCI આનો એક વીડિયો ફણ પોસ્ટ કર્યો છે.

પર્થને બેઝ કેંપ બનાવ્યો હતો
ભારતીય ટીમે વર્લ્ડ કપની તૈયારી માટે પર્થને બેઝ કેંપ બનાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ત્યાંની પિચ અને વાતાવરણથી અવગત થઈ જાય તેના કારણે તેઓ વહેલા પહોંચી ગયા હતા. ટીમ ઈન્ડિયાએ પર્થમાં લોકલ ટીમ સાથે 2 પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. તો બ્રિસ્બેનમાં હોસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયા સાથે વોર્મઅપ મેચ પણ રમી હતી. જેમાં ભારતને જીત મળી હતી. તો ન્યૂઝીલેન્ડ સામની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

મેચમાં ભારે વરસાદની આગાહી
ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મેચની ટિકિટ બુકિંગ શરૂ થયાના 10 જ મિનિટમાં વેંચાઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાનથી ઘણા ચાહકો મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયા જોવા જવાના છે. પરંતુ તેમની અને ICCની આશાઓ ઉપર પાણી ફરી વળશે તેવું લાગી રહ્યું છે.