કોરોના મહામારીને કારણે IPLને 2 તબક્કામાં યોજવાના નિર્ણય પછી હવે BCCIએ ટૂર્નામેન્ટના ફેઝ-2ને UAEમાં યોજવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે, જેની 31 મેચ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાય એ માટે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ પણ UAE પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યાં તેમણે સ્થાનિક ક્રિકેટરો સાથે આગામી વ્યૂહરચના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટના આધારે ટૂર્નામેન્ટની ફાઈનલ અને પ્લે-ઓફ એક જ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચો માટે બોર્ડની પ્રથમ પસંદ દુબઈ છે. આની પાછળ ઘણાં કારણો પણ જણાવાયાં છે, જેનું મુખ્ય કારણ આ વર્ષે આયોજિત T-20 વર્લ્ડ કપને જણાવવામાં આવ્યું છે.
આ કારણોસર BCCI યોજનાઓ ઘડી રહી છે
રિપોર્ટના આધારે જો કોઈ કારણસર 18 ઓક્ટોબરથી યોજાનારો T-20 વર્લ્ડ કપ ભારતની જગ્યાએ UAEમાં શિફ્ટ કરવામાં આવે તો, 3માંથી બીજાં 2 સ્ટેડિયમ લોકોને પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તથા ભારત અને UAE ક્રિકેટ બોર્ડ આ સ્ટેડિયમોને એક ઓક્ટોબરના રોજ ICCને સોંપી શકે.
આના સિવાય ગત વર્ષે UAEમાં યોજાયેલા IPL દરમિયાન મોટા ભાગની ટીમોએ દુબઈમાં ધામા નાખ્યા હતા. ફક્ત KKR અને MIની ટીમે અબુધાબીમાં રોકાણ કર્યું હતું. એવામાં દુબઈની અંદર અંતિમ ફેઝની મેચનું આયોજન કરવું ઘણું સરળ રહી શકે છે.
8-10 ડબલ હેડર યોજાઈ શકે છે
IPLની બાકી 31 મેચોનું આયોજન UAEનાં ત્રણ શહેરો અબુધાબી, દુબઈ અને શારજાહમાં થશે. બોર્ડ 30 સપ્ટેમ્બર સુધી દરેક વર્ષે લીગ મેચ પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. એવામાં 8-10 ડબલ હેડર યોજાઈ શકે છે. જો છેલ્લા માળખાને જોઈએ તો હવે ફક્ત 6 ડબલ હેડર મેચ બાકી રહી છે.
કોરોના મહામારીને કારણે IPL 2021ની સીઝનને મધ્યમાં રોકવી પડી
આની પહેલાં IPLની મિડ સીઝનમાં SRHના ઋદ્ધિમાન સાહા, દિલ્હી ટીમના અમિત મિશ્રા, કોલકાતા ટીમના સંદીપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત થયા હતા, જેથી લીગને મધ્યમાં રોકવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.