તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પીયૂષ ચાવલાના પિતાનું કોરોનાથી નિધન, લેગ-સ્પિનરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણ કરી

3 મહિનો પહેલા

ભારત અને મુંબઈ ઇન્ડિયન્સના લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનું સોમવારે કોરોનાને લીધે નિધન થયું છે. પીયૂષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.

તેણે લખ્યું છે કે “ખૂબ જ દુઃખ સાથે જણાવું છું કે મારા પિતા પ્રમોદ કુમાર અમને છોડીને સ્વર્ગ માટે રવાના થયા છે. તેઓ કોવિડ અને પોસ્ટ કોવિડ સમસ્યાઓથી પીડિત હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.” મુંબઇ ઇન્ડિયન્સે પણ ચાવલાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ફ્રેન્ચાઈઝે લખ્યું, “અમારા વિચારો પીયૂષ ચાવલા સાથે છે, જેમણે આજે સવારે તેમના પિતા પ્રમોદ કુમાર ચાવલાને ગુમાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારા અને તમારા પરિવારની સાથે છીએ. મજબૂત રહો."

ચાવલાની સોશિયલ મીડિયા પર પોસ્ટ.
ચાવલાની સોશિયલ મીડિયા પર પોસ્ટ.

ઉલ્લેખનીય છે કે પીયૂષ ચાવલાએ 2006માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તે ભારત માટે 3 ટેસ્ટ, 25 વનડે અને 7 ટી-20 રમ્યો છે. એમાં પીયૂષને અનુક્રમે 7, 32 અને 4 વિકેટ મળી છે. તે 2011ની વર્લ્ડ કપ વિનિંગ ટીમનો સદસ્ય હતો. તેને 2021ની સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...