કોરોનાવાઇરસ:પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને મોદીના વખાણ કર્યા, પીએમનો જવાબ- વિસ્ફોટક બેટ્સમેન સાથે મળીને વાઇરસથી લડો

Ahmedabad3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવિન પીટરસને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. - Divya Bhaskar
કેવિન પીટરસને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

સ્પોર્ટ્સ ડેસ્ક. ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને હિન્દીમાં ટ્વિટ કરીને પીએમ નરેન્દ્ર મોદીના કોરોનાવાઇરસના પ્રસારને રોકવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું- નમસ્તે ભારત, આપણે બધા કોરોનાવાઇરસને હરાવવામાં એક સાથે છીએ. આપણે બધાં પોતપોતાની સરકારની સૂચનાનું પાલન કરીશું અને થોડા દિવસ ઘરે જ રહીશું. બુદ્ધિપૂર્વક જીવવાનો આ સમય છે. આપ સૌને ખુબ ખુબ પ્રેમ.

મોદીએ પણ પીટરસનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું - વિસ્ફોટક બેટ્સમેન જેણે ટીમોને સંકટમાં જોયા છે તે આપણને કંઈક કહે છે. અમે કોવિડ -19 સામે મળીને લડીશું. આ ટ્વિટમાં પીએમે વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન અને અજિંક્ય રહાણેના ટ્વીટને પણ શામેલ કર્યા છે. આ પછી, પીટરસને પણ તેમની પ્રશંસા કરવામાં મોડું ન કર્યું અને રીટવીટ કર્યું - આભાર મોદીજી, તમારું નેતૃત્વ પણ ખૂબ વિસ્ફોટક છે.

અન્ય સમાચારો પણ છે...