• Gujarati News
  • Sports
  • Cricket
  • Picture Of Shoaib Malik With PAK's Glamorous Actress In Swimming Pool Goes Viral, Users Say Likely To Break Up With Sania

શું સાનિયાનું ઘર ભાંગશે?:સ્વિમિંગ પૂલમાં PAKની ગ્લેમરસ એક્ટ્રેસ સાથે શોએબ મલિકની તસવીર વાઈરલ, અફેરની ચર્ચાએ સો.મીડિયામાં જોર પકડ્યું

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકનું અફેર ચાલતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આયશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોએબ સાથેની આ તસવીરો શેર કરતા ફેન્સ ચોંકી ગયા હતા. તેમાના ઘણા યૂઝર્સે સાનિયાને બચીને રહેવાની સલાહ આપવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાકે કહ્યું કે શું શોએબ તેની પત્નીને છૂટાછેડા આપવા તૈયારી કરી લીધી છે?

એક્ટ્રેસ સાથે શોએબ સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો
વાયરલ તસવીરો પર નજર ફેરવીએ તો શોએબ મલિક એક્ટ્રેસ આયશા ઉમર સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો છે. આ દરમિયાન બંનેએ રોમેન્ટિક પોઝ પણ આપ્યો હતો. તેવામાં શોએબ મલિકની આવી તસવીરો વાઈરલ થતા ફેન્સ પણ અચંબિત થઈ ગયા છે. ઘણા ફેન્સ તો એમ પણ કહેવા લાગ્યા હતા કે શું શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યો છે?

ફેન્સે સાનિયા મિર્ઝાને સાવચેત રહેવા કહ્યું
સાનિયા મિર્ઝાને ઘણા યૂઝર્સે આ તસવીરો વાઈરલ થયા પછી સાવચેત રહેવા કહ્યું હતું. તો બીજી બાજુ લોકો આયશાને શોએબ મલિકથી દૂર રહેવાની સલાહ પણ આપવા લાગ્યા હતા. જોકે આની પહેલા પણ શોએબ સાથે આયશાએ ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં રોમેન્ટિક કેપ્શન લખ્યા હોવાથી ફેન્સ સાનિયા મિર્ઝાને ચેતવણી આપવા લાગ્યા હતા.

મેગેઝિનના શૂટિંગ માટે પોઝ આપ્યા
આયશા ઉમરે આ તસવીરો વર્લ્ડ કપ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી હતી. પરંતુ શોએબ સાથે તેણે લગભગ 1 મહિના પહેલા એક સ્થાનિક મેગેઝીન માટે શૂટ કરાવ્યું હતું. જેની તસવીરોના અલગ-અલગ પોઝ તે સમયાંતરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહેતી હતી.

અફેરની અફવાએ જોર પકડ્યું
મલિક અને આયશાની આવી તસવીરો વાઈરલ થતા દરેક ફેન અચંબિત થઈ ગયા હતા. તેમના મત મુજબ આ અભિનેત્રી સાનિયા મિર્ઝાનું ઘર ભાંગી શકે છે. આ દરમિયાન ઘણા ફેન્સ આયશાની પોસ્ટ પર વિવિધ કોમેન્ટ્સ દ્વારા પોતાનો મત રજૂ કરતા હતા. તેવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે એક ફેને આયશાને પૂછ્યું કે શું તમે શોએબ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? ત્યારે તેણે જવાબમાં કહ્યું કે ના શોએબ મલિકના લગ્ન થઈ ચૂક્યા છે. તે પોતાની પત્ની સાનિયા સાથે ખુશ છે. હું બંનેનું સન્માન કરું છું. અમે એક બીજાના દોસ્ત છીએ અને તેનાથી વધારે શુભચિંતકો પણ છીએ.

અન્ય સમાચારો પણ છે...