PSL એટલે કે પાકિસ્તાન સુપર લીગમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલ કોમેન્ટેટર ડેની મોરિસન ફરી ચર્ચામાં આવ્યા છે. રવિવારે ક્વેટા ગ્લેડીયેટર અને ઈન્લામાબાદ યુનાઈટેડ વચ્ચે મેચ દરમિયાન એન્કરિંગ કરી રહેલી ઈરિન હોલેન્ડને ડેની મોરિસને અચાનક ઉપાડી લીધી હતી. તેનો વીડિયો ઈરિન હોલેન્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું- ધન્યવાદ અંકલ. જવાબમાં મોરિસને લખ્યું કે, હું માત્ર તમને એલર્ટ રાખવા ઈચ્છતો હતો મિસેજ કટિંગ.
IPLમાં પણ ડેની કરી ચૂક્યા છે આવી હરકત
આ પહેલી વખત નથી જ્યારે ડેની મોરિસને આવું કર્યું હોય. 2013માં IPLની છઠ્ઠી સિઝનમાં મોરિસને એન્કર કરિશ્મા કોટકને પણ કમરથી પકડીને ઉપાડી હતી. ટીવી શો એક્સ્ટ્રા ઈનિંગ દરમિયાન બંને ગ્રાઉન્ડ પર લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યા હતા, ત્યારે કરિશ્માને ડાન્સ શીખવાડતા-શીખવાડતા ઉપાડી લીધી હતી. જેનાથી તે સરપ્રાઈઝ થઈ ગઈ હતી.
બેન કટિંગની પત્ની છે ઈરિન હોલેન્ડ
ઈરિન હોલેન્ડ ઓસ્ટ્રેલિયન બેટર બેન કટિંગની પત્ની છે. તેણે 2013માં પૂર્વ મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયાનો ખિતાબ જીત્યો હતો. બંનેની મુલાકાત 2014માં ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. થોડા મહિનાની વાતચીત પછી 2015માં બંને એકબીજાને ડેટ કરતા હતા.
ઈસ્લામાબાદ 2 વિકેટથી જીત્યું
મેચમાં ક્વેટા ગ્લેડીયેટર વિરુદ્ધ ઈસ્લામાબાદ યુનાઈટેડ 2 વિકેટથી જીતી ગયું. સરફરાઝની કેપ્ટનશિપમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ક્વેટાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા. ઉમર અકમલે 14 બોલમાં 43 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈસ્લામાબાદે 19.3 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 183 રન બનાવી જીત હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોએ 29 બોલમાં 63 રન સ્કોર કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.