• Gujarati News
  • Sports
  • Cricket
  • People Started Cultivating Ginger And Chilli In The Cricket Stadium, Shoaib Akhtar Also Erupted; The Video Went Viral

આવું તો માત્ર પાકિસ્તાનમાં જ થાય!:ક્રિકેટ સ્ટેડિયમનું ખેતર બનાવી લોકો આદુ-મરચાની ખેતી કરવા લાગ્યા, શોએબ અખ્તર પણ ભડક્યો; વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા
  • PSLનું આયોજન UAEમાં થવાથી સ્થાનિક સ્ટેડિયમની દયનીય સ્થિતિ

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટનું સ્તર ગગડી ગયું છે. જેના પરિણામે ત્યાંના સ્થાનિક લોકો હવે સ્ટેડિયમમાં આદુ-મરચાની ખેતી કરવા લાગ્યા છે. અત્યારે સોશિયલ મીડિયામાં સ્ટેડિયમના ચોંકવાનારા વીડિયો વાઇરલ થતા પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર પણ ગુસ્સે થયો હતો. ઉલ્લેખનીય છે કે મોટાભાગની વિદેશી ટીમ આંતકવાદીઓના ભયથી પાકિસ્તાન જવા માટે તૈયાર થતી નથી. આના સિવાય પાકિસ્તાન સુપર લીગ(PSL) પણ દેશની બહાર UAEમાં આયોજિત થતી હોવાથી સ્થાનિક સ્ટેડિયમોની હાલત દયનીય બની જવા પામી છે. જ્યાં ક્રિકેટના મહાસંગ્રામ રમાવાના હોય ત્યાં લોકોએ હવે ખેતી કરવાનું શરૂ કરી દીધું છે.

ખાનેવાલ સ્ટેડિયમમાં આદુ-મરચાની ખેતી
પાકિસ્તાનના ARY ન્યૂઝે ઘટસ્ફોટ કર્યો છે કે પંજાબ પ્રાંતમાં સ્થિત ખાનેવાલ સ્ટેડિયમની હાલત દયનીય બની ગઈ છે. ચોંકાવનારી વાત એ રહી કે જે ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરોડો રૂપિયાના રોકાણ બાદ કરાયું હતું, ત્યાં પ્રેક્ટિસ મેચ તથા ડોમેસ્ટિક ગેમ રમવાને બદલે સ્થાનિકો આદુ-મરચાની ખેતી કરતા નજરે પડ્યા છે. અત્યારે પાકિસ્તાન સહિત મોટાભાગના દેશોમાં આ સ્ટેડિયમનો વીડિયોની વાઇરલ થઈ રહ્યો છે.

ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ ખેતર તરીકે થઈ રહ્યો છે
ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ ખેતર તરીકે થઈ રહ્યો છે

ખેતરમાં પરિવર્તિત થયેલા આ ખાનેવાલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ એરિયા, પેવેલિયન સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં અહીં ક્રિકેટર્સને ડોમેસ્ટિક લેવલ પર પ્રેક્ટિસ કરાવવાની જગ્યાએ કરોડોના ખર્ચે બનેલા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ એક ખેતર તરીકે કરાઈ રહ્યો છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ફાઇલ તસવીર
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ફાઇલ તસવીર

શોએબ અખ્તર ગુસ્સે થયો
વાઇરલ વીડિયો જોયા પછી ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ રોષે ભરાયો હતો. એણે કહ્યું હતું કે આ સ્ટેડિયમનો ઉપયોગ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની મેચ રમવા માટે કરવાનો હતો. પરંતુ આ શું થઈ રહ્યું છે? મેનેજમેન્ટની આટલી મોટી બેદરકારીના પગલે હું ઘણો નિરાશ થયો છું.

2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો
2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો

શ્રીલંકન ટીમ પર આતંકીવાદી હુમલા બાદ PAKની મુશ્કેલી વધી
2009માં શ્રીલંકન ટીમની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેના પરિણામે મોટભાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં રમવા જવાની ના પાડી દીધી હતી. જેથી કરીને પાકિસ્તાનમાં આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ઠપ થઈ જવા પામ્યું છે. જોકે આગામી સપ્ટેમ્બર મહિનામાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે અને ત્યાર પછી ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયન ટીમ પણ પાકિસ્તાન મેચ રમવા માટે જવાની છે.

T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયા અને પાકિસ્તાન સામ-સામે
17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટની હાઈવોલ્ટેજ એલ-ક્લાસિકો મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ઈન્ડિયાને ક્યારેય હરાવી શકી નથી. બંને ટીમ T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે અને આ તમામ મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

જોકે આ વખતે વર્લ્ડ કપ UAEમાં રમાશે. ઈન્ડિયન ટીમ છેલ્લા 15 વર્ષમાં અહીં એકપણ T-20 મેચ રમી નથી, જ્યારે પાકિસ્તાની ટીમ UAEમાં 36 મેચ રમી ચૂકી છે. પાકિસ્તાનના રેકોર્ડ્સની વાત કરીએ તો એણે 36માંથી 21 મેચ જીતી છે જ્યારે 13 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ તમામ સ્ટેટ્સને વધુ વિગતવાર જોઇએ તો UAEમા છેલ્લા પાંચ વર્ષની અંદર પાકિસ્તાને 11 મેચ રમી છે અને તે તમામ મેચમાં એણે જીત પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...