• Gujarati News
  • Sports
  • Cricket
  • People Lash Out At Selectors On Social Media Including Sehwag, IPL Form Of Selected Players Is A Matter Of Concern

T-20 વર્લ્ડકપ ટીમમાં ફેરફારોની શક્યતા:સેહવાગ સહિત સોશિયલ મીડિયા પર લોકોએ સિલેક્ટર્સની ઝાટકણી કાઢી, સિલેક્ટ કરેલા પ્લેયર્સનું IPLનું ફોર્મ ચિંતાજનક મુદ્દો

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત 8 સપ્ટેમ્બરે થઈ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કામાં સિલેક્ટ કરેલા પ્લેયર્સનું સતત ખરાબ પ્રદર્શન સિલેક્ટર્સ અને ક્રિકેટપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે અને ટીમમાં ફેરબદલ કરવા માટે સિલેક્ટર્સને મજબૂર કર્યા છે. ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી દરેક દેશ પોતાની ટીમમાં બદલાવ કરી શકે છે, એટલે કે BCCI પાસે લગભગ 2 અઠવાડિયાં બાકી છે. T-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને એમાં ભારતના ભૂતપૂર્વ ઓપનર સેહવાગ તેમજ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલ પણ સામેલ છે.

ચહલનું સિલેક્શન ન થવાથી ભડક્યો સેહવાગ
RCB તરફથી રમી રહેલા ચહલ તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. MI વિરુદ્ધ રમાયેલી મેચમાં તેણે 11 રન આપીને 3 વિકેટ ખેરવી હતી અને પોતાની ટીમની જીતમાં એક મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી અને બીજા તબક્કામાં સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે. વિરેન્દ્ર સેહવાગે આ બાબતે સિલેકટર્સ પર નારાજગી વ્યક્ત કરી છે.

સેહવાગે એક ક્રિકેટએપને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ચહલ કોઈપણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ બોલર છે. ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સે ચહલને સિલેક્ટ ન કરવાનું કારણ જણાવવું જોઈએ. તેણે આગળ કહ્યું હતું કે ચહલ પહેલાં પણ સારી બોલિંગ કરી રહ્યો હતો. હું સમજી નથી શકતો કે તેને ટીમમાં કેમ સિલેક્ટ ન કરાયો. રાહુલે શ્રીલંકા પ્રવાસમાં એટલી પણ શાનદાર બોલિંગ કરી નહોતી, જેવી રીતે ચહલ બોલિંગ કરી રહ્યો છે. એ જોતાં જો એ સિલેક્ટ થાય તો ટીમ ઈન્ડિયા માટે એક મોટી તાકાત બની શકે છે.

દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલે પણ સિલેક્ટર્સ પર સવાલ કર્યા
પાર્થ જિંદાલે ટીમ ઈન્ડિયાની સિલેક્ટેડ ટીમ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે આપણી ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનને ટી-20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરાયા નથી અને તેમનાં નામ ફેન્સને જણાવવાનાં કહ્યાં હતાં અને ફેન્સે તેમના ટ્વીટ પર ઘણા પ્લેયર્સનાં નામ જણાવ્યાં છે, જેઓ સારા ફોર્મમાં હોવા છતાં વર્લ્ડકપની ટીમમાં સિલેક્ટ કરાયા નથી.

તેણે બીજા ટ્વીટ પર પોતાના ચાહકોને કહ્યું હતું કે ભારતનો સર્વશ્રેષ્ઠ સ્પિનર પણ ટીમમાં સામેલ નથી કરાયો અને એમાં RCBTWEETSને ટેગ કર્યું છે.

સિલેક્ટ કરાયેલા આ પ્લેયર્સનું ફોર્મ ચિંતાનો વિષય

હાર્દિક પંડ્યા
ટી-20 વર્લ્ડકપ પહેલાં હાર્દિક પંડ્યા ફિટ પણ નથી અને ફોર્મમાં પણ નથી. હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસ છતાં સિલેક્ટર્સે તેને સિલેક્ટ કર્યો છે, કારણ કે હાર્દિક પંડ્યા પોતાના એકલા પર ગેમને ફેરવી નાખવાનો દમ ધરાવે છે. IPLમાં પણ તેનું હાલનું ફોર્મ ચિંતાજનક છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે વર્લ્ડકપ પહેલાં હાર્દિક તેનું ફોર્મ પાછું મેળવે. તેના આ ફોર્મનો ફાયદો શાર્દૂલ ઠાકુર ફાયદો ઉઠાવી શકે છે.

ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમાર IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે, જેમાં તેની બોલિંગથી લાગતું નથી કે કોઈપણ બેટ્સમનને તે હેરાન કરી શકતો હોય. શ્રીલંકાના પ્રવાસમાં તેના પ્રદર્શનને લીધે તેને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તે સ્વિંગનો કિંગ છે અને ભારતનો અનુભવી બોલર પણ છે, માટે ફેન્સ આશા રાખી રહ્યા છે કે ભુવનેશ્વર કુમાર તેના ફોર્મમાં પાછો આવે.

ઈશાન કિશન
વર્લ્ડકપમાં તક મળ્યા પછી ઈશાન કિશનનું ફોર્મ સુધરવાને બદલે બગડી રહ્યું છે. ઈશાન કિશનને શિખર ધવનને બદલે ટીમમાં સ્થાન મળ્યું છે. ICCના જાહેર કરાયેલા નિયમો પ્રમાણે, ટીમમાં 10 ઓક્ટોબર સુધી ફેરફાર કરી શકાય છે, તેથી સોશિયલ મીડિયા પર ઈશાન કિશનને કાઢવાની પણ માગ ઊઠી છે.

T-20 વર્લ્ડકપમાં સિલેક્ટ કરાયેલા પ્લેયર્સનું IPLની આ સીઝનમાં ફોર્મ​​​​​

બેટ્સમેનમેચરન
વિરાટ કોહલી10307
રોહિત શર્મા9326
કે.એલ.રાહુલ9401
સૂર્યકુમાર યાદવ10189
રિષભ પંત10272
ઈશાન કિશન8107
હાર્દિક પંડ્યા (ઓલરાઉન્ડર)855
રવીન્દ્ર જાડેજા (ઓલરાઉન્ડર)10179
શ્રેયસ અય્યર(રિઝર્વ ખેલાડી)290

(28 સપ્ટેમ્બર, 2.00 pm સુધીના આંકડા) સંદર્ભ- (iplt-20.com)

બોલરમેચવિકેટ
રવીન્દ્ર જાડેજા (ઓલ રાઉન્ડર)107
રાહુલ ચહર1012
આર. અશ્વિન7

2

અક્ષર પટેલ69
વરુણ ચક્રવર્તી1011
જસપ્રિત બુમરાહ1014
ભુવનેશ્વર કુમાર85
મોહમ્મદ શમી1013
શાર્દૂલ ઠાકુર (રિઝર્વ ખેલાડી)1010
દીપક ચહર (રિઝર્વ ખેલાડી)1011

(28 સપ્ટેમ્બર, 2.00 pm સુધીના આંકડા) સંદર્ભ- (iplt-20.com)

વર્લ્ડકપ ટીમમાં સ્થાન ન મળ્યું હોય તેવા ખેલાડીઓનું પ્રદર્શન

બેટ્સમેનમેચરન
સંજુ સેમસન (28 સપ્ટેમ્બર ઓરેન્જ કેપહોલ્ડર)10433
ઋતુરાજ ગાયકવાડ10362
મયંક અગ્રવાલ9332
રાહુલ ત્રિપાઠી10306
શિખર ધવન10430

(28 સપ્ટેમ્બર, 2.00 pm સુધીના આંકડા) સંદર્ભ- (iplt-20.com)

બોલરમેચવિકેટ
હર્ષલ પટેલ (28 સપ્ટેમ્બર પર્પલ કેપહોલ્ડર)1023
આવેશ ખાન1015
અર્શદીપ સિંહ813

(28 સપ્ટેમ્બર, 2.00 pm સુધીના આંકડા) સંદર્ભ- (iplt-20.com)

અન્ય સમાચારો પણ છે...