આ IPL નવા નિયમો સાથે રમાશે:ટીમ ટૉસ પછી પ્લેઇંગ-11 નક્કી કરી શકશે, જાણો શું છે બદલાયેલા અન્ય નિયમો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની નવી સિઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 10 ટીમની સિઝનમાં આ વખતે નવા રુલ્સ પણ આવ્યા છે. ટીમ હવે ટૉસમાં બેટિંગ અથવા બોલિંગનો નિર્ણય લીધા પછી પણ પ્લેઇંગ-11 નક્કી કરી શકશે. ટૉસ થયા પછી જ ટીમે 4 ઇમ્પેક્ટ પ્લેયર પણ જણાવવા પડશે.

આ ઉપરાંત પણ IPLની 16મી સિઝનમાં નિયમોમાં બદલાવ કરવાની સાથે નવા નિયમ પણ જોડાયા છે. તે નિયમ આપણે આગળ જાણીશું...

2 પ્લેઇંગ-11ની સાથે આવી શકશે કેપ્ટન
IPL મેચ વખતે બન્ને ટીમના કેપ્ટન હવે ટૉસ વખતે 2 પ્લેઇંગ-11 લઈને આવી શકશે. ટૉસ થયા પછી જ્યારે ખબર પડશે કે પહેલા બેટિંગ આવી છે કે બોલિંગ, ત્યારે તે હિસાબથી પ્લેઇંગ-11 સિલેક્ટ કરી શકશે. આની પહેલાં 15 સિઝન સુધી ટીમ ટૉસ વખતે એક જ પ્લેઇંગ-11 નક્કી કરીને આવતી હતી. ટૉસ થયા પછી પણ તેમણે તે જ ટીમની સાથે રમવું પડતું હતું, પરંતુ હવેથી એવું નહીં થાય.

4 ઇમ્પેક્ટ પ્લેયર્સ પણ ટૉસ પછી નક્કી કરી શકાશે
IPLમાં આ સિઝનથી નવા ઇમ્પેક્ટ પ્લેયર રુલ પણ જોડાઇ રહ્યા છે. બન્ને ટીમે ટૉસ થયા પછી જ 4-4 ઇમ્પેક્ટ પ્લેયર પણ જણાવવા પડશે. આ જ 4 ઇમ્પેક્ટ પ્લેયર્સમાં જ ટીમ કોઈ એક પ્લેયરને મેચ દરમિયાન પ્લેઇંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે. મેચમાં બન્ને ઇનિંગમાં 14 ઓવર સુધી ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમનો ઉપયોગ કરીને ખેલાડીને રિપ્લેસ કરી શકાશે.

એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે. તેઓ ઇચ્છે તો પહેલી ઇનિંગની 14 ઓવર સુધી રિપ્લેસમેન્ટ કરી શકે છે, અથવા તો બીજી ઇનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસ કરી શકે છે.

ઇમ્પેક્ટ પ્લેયર પૂરી 4 ઓવર બોલિંગ કરી શકશે
ટીમ તે ખેલાડીને પણ રિપ્લેસ કરી શકશે, જે મેચમાં બેટિંગ અથવા તો બોલિંગ કરી ચૂક્યો હોય. ઇમ્પેક્ટ પ્લેયર પણ 4 ઓવર બોલિંગ કરી શકશે. સાથે જ ઇનિંગમાં જેટલી ઓવર બચશે, તેટલી જ ઓવર બેટિંગ કરી શકશે.

SA20થી આવ્યો આ રુલ
IPLમાં ટૉસ થયા પછી ટીમ જાહેર કરવાનો નિયમ સાઉથ આફ્રિકાની T20 લીગ SA20થી આવ્યો છે. ત્યાં જ સૌથી પહેલા ટૉસ થયા પછી ટીમ જાહેર કરવાનો નિયમ શરૂ કરાયો હતો. તે નિયમમાં બન્ને ટીમના કેપ્ટને ટૉસની પહેલાં 13 ખેલાડીઓ જણાવવાના હતા અને ટૉસની ઠીક પછી બેટિંગ અથવા બોલિંગ આવવા પર કેપ્ટન કોઈ 2 જ ખેલાડીઓને હટવી શકતો હતો.

આ નિયમથી ટૉસની અસર લગભગ ઓછી થઈ ગઈ હતી. ટુર્નામેન્ટની 33 મેચમાંથી 16 મેચ ટૉસ હારનારી ટીમે જીતી અને 15 મેચ ટૉસ જીતનારી ટીમે જીતી. 2 મેચ અનિર્ણિત રહી હતી.

IPLમાં પણ ખતમ થઈ જશે ટૉસનો પ્રભાવ
IPLમાં પણ ટૉસનો પ્રભાવ ખતમ કરવાનો જ પ્રયાસ છે. 2019માં છેલ્લીવાર જ્યારે IPL હોમ અને અવે ફોર્મેટમાં થયો હતો, ત્યારે 60 મેચમાંથી 34 મેચ ટૉસ જીતનારી ટીમે જ જીતી હતી. ટૉસ હારનારી ટીમે 23 મેચ જીતી હતી. તો બાકીની મેચ સુપર ઓવરમાં ગઈ અથવા તો વરસાદ અથવા કોઈ કારણોસર અનિર્ણિત રહી હતી.

ટીમ હવે ટૉસ વખતે 2 પ્લેઇંગ-11 લાવી શકશે.
ટીમ હવે ટૉસ વખતે 2 પ્લેઇંગ-11 લાવી શકશે.

IPL કંડિશનમાં આ બદલાવ પણ થયા
1.
બધી જ ટીમે ઇનિંગની 20 ઓવર પૂરા કરવા માટે 75 મિનિટ આપવામાં આવે છે. આ ટાઇમમાં ઓવર પૂરી ના કરવા પર જેટલી ઓવર બાકી રહેશે, તેટલી ઓવર માટે 5ની જગ્યાએ 4 ફિલ્ડર્સ જ 30 યાર્ડ સર્કલની બહાર રહી શકશે.

2. બોલિંગ દરમિયાન વિકેટકીપર અથવા ફિલ્ડર ખોટી રીતે મૂવમેન્ટ કરે છે, તો તે બોલને ડેડ બોલ જાહેર કરાશે. સાથે જ ફિલ્ડિંગ ટીમ પર 5 રનની પેનલ્ટી પણ લગાડવામાં આવશે. ખોટી મૂવમેન્ટ એટલે કે ફિલ્ડર બોલિંગના સમયે કંઈ પણ મૂવમેન્ટ કરે, જેનાથી બેટરનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થાય અથા તો ફિલ્ડર બોલ નખાય એની પહેલાં જ પોતાની ફિલ્ડિંગ પોઝિશન ચેન્જ કરે છે, તો પેનલ્ટી લાગશે.

2014માં પાકિસ્તાનની સામે મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે બોલિંગ દરમિયાન પોતાની ફિલ્ડિંગ પોઝિશન ચેન્જ કરી હતી. જોકે હવે આ નિયમ મુજબ આ ખોટી મૂવમેન્ટ છે.
2014માં પાકિસ્તાનની સામે મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે બોલિંગ દરમિયાન પોતાની ફિલ્ડિંગ પોઝિશન ચેન્જ કરી હતી. જોકે હવે આ નિયમ મુજબ આ ખોટી મૂવમેન્ટ છે.

હકીકતમાં ICCએ ગત વર્ષે T20 અને વન-ડેની પ્લેઇંગ કંડિશનમાં ફેરફાર કર્યા હતા. જેને ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ નિયમોનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. પરંતુ IPLમાં પહેલી જ વાર આ નિયમ લાગુ થશે.