• Gujarati News
  • Sports
  • Cricket
  • PCB Sent Wives As Spies During India Tour In 2012; So That The Minds Of The Players Do Not Wander; Learn Different Revelations

પાકિસ્તાનને પોતાના ક્રિકેટર્સની નજર પર શંકા:2012માં ભારત પ્રવાસ દરમિયાન પત્નીઓને જાસૂસ તરીકે મોકલી; જેથી ખેલાડીઓનું મન ના ભટકે; જાણો વિવિધ ઘટસ્ફોટ

એક મહિનો પહેલા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ ઝકા અશરફે અત્યારે ટીમ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે 2012ની દ્વિપક્ષીય સિરીઝ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના ભારતમાં રહેવા પર શંકા હતી. એટલા માટે તેમણે દરેક ખેલાડીની સાથે પત્નીને પણ ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ હતી. અશરફે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈપણ સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યો હતો.

વાંધાજનક તસવીરો વાઈરલ થવાનો ડર
વાસ્તવમાં આની પહેલાં પણ પાકિસ્તાનના ભારત પ્રવાસ દરમિયાન શોએબ અખ્તર સહિત અન્ય ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાઈરલ થતા રહ્યા છે. આવી સ્થિતિમાં અશરફને ડર હતો કે જો ભારતીય મીડિયાના હાથમાં કંઈક આવી ગયું તો તે PCB અને પાકિસ્તાનની છબિને મોટું નુકસાન પહોંચાડી શકે છે. અશરફની પહેલ પર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ખેલાડીઓની નિયત અને ક્રિયા પર નજર રાખવા માટે તેમની પત્નીઓ તેમની સાથે જ રહેશે.

ખેલાડીનું મન ના ભટકે એના માટે પત્નીઓ સાથે ગઈ
અશરફે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે જતી ત્યારે અમારા ખેલાડીઓની છબિ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એનાથી સમગ્ર પાકિસ્તાનની બદનામી થઈ શકે એમ છે. આવી સ્થિતિમાં કોઈપણ આશંકાને સંપૂર્ણપણે દૂર કરવા માટે, પત્નીઓને જાસૂસ તરીકે મોકલવામાં આવી હતી.

અશરફે આરોપ લગાવ્યો કે પાકિસ્તાની ટીમ 2012-13માં 3 ODI અને બે T20 મેચ રમવા માટે ભારત આવી હતી. પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓને કારણે તે પ્રવાસ પછી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પુનઃસ્થાપિત થઈ શક્યા નથી.

2012-13 પાકિસ્તાનના ભારત પ્રવાસ દરમિયાન રમીઝ રાજા, સંદીપ પાટીલનું ખાસ સન્માન કરાયું હતું
2012-13 પાકિસ્તાનના ભારત પ્રવાસ દરમિયાન રમીઝ રાજા, સંદીપ પાટીલનું ખાસ સન્માન કરાયું હતું

ભારત અને પાક. વચ્ચે સિરીઝ રમાઈ શકે
તેવામાં T20 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ જ્યારે પાકિસ્તાનની ટીમે ODI સિરીઝ જીતી લીધી હતી. અશરફે વધુમાં કહ્યું હતું કે BCCIએ પાકિસ્તાનમાં સિરીઝ રમવાનું વચન આપ્યું હતું, જેમાં ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ પછી રદ થયો હતો.

તેમણે કહ્યું હતું , આપણે હંમેશાં ક્રિકેટને લઈને ભારત સરકાર સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે અમને સૌથી મોટો ફાયદો એ છે કે જનરલ બાજવા હાલમાં આ પદ પર છે અને તેઓ પોતે પાકિસ્તાન ક્રિકેટને સમૃદ્ધ જોવા માગે છે. અશરફના કહેવા પ્રમાણે, BCCIના તત્કાલીન પ્રમુખ એન. શ્રીનિવાસને તેમને ભારત બોલાવ્યા હતા અને સંપૂર્ણ સુરક્ષા સાથે સિરીઝ યોજવા માટે સંમત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...