તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. પ્રથમ ટેસ્ટ 227 રને ગુમાવ્યા બાદ ભારત માટે આ ટેસ્ટમાં શાનદાર રીતે જીત મેળવી વાપસી કરવી જરૂરી હતી. ત્યારે ગુજરાતી ઓફ-સ્પિનર અક્ષરે મેચમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતાં 7 વિકેટ ઝડપી. તેણે બીજા દાવમાં પિચનો ફાયદો ઉઠાવતાં ઇંગ્લિશના 5 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા. ખાસ તો અક્ષરે મહેમાન ટીમ માટે ગઈ મેચમાં હીરો રહેલા ઇંગ્લિશ કેપ્ટન જો રૂટને બંને દાવમાં પેવેલિયન ભેગો કર્યો હતો. 41 વર્ષે ભારત માટે કોઈ લેફ્ટ-આર્મ સ્પિનરે ડેબ્યુ પર ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી. આ પહેલાં 1980માં દિલીપ દોશીએ ચેન્નઈ ખાતે જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇનિંગ્સમાં 103 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
ડેબ્યુમાં 5 વિકેટ હોલ લેવી સ્પેશિયલ
મેચ પછી અક્ષરે કહ્યું કે, ડેબ્યુમાં 5 વિકેટ હોલ (એક ઇનિંગ્સમાં 5 વિકેટ) બહુ સ્પેશિયલ છે. પિચ પર ઘણું બધું થઈ રહ્યું હતું. મારું કામ એક જ જગ્યાએ બોલ પિચ કરીને ગતિમાં ફેરફાર કરવાનું હતું. હું સ્પીડ વેરી કરતો રહ્યો. તેનાથી બેટ્સમેનોએ ભૂલ કરી. પ્રથમ દિવસથી બોલ ટર્ન થઈ રહ્યો હતો. અમે ટાઈટ લાઈન નાખતા ગયા અને અમને તેનો રિવોર્ડ મળ્યો.
પટેલે રૂટની વિકેટ ઉખાડી
ભારત માટે શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લિશ કપ્તાન જો રૂટ માથાનો દુખાવો બન્યો હતો. તેણે પોતાની 100મી ટેસ્ટમાં 218 રન બનાવી ભારતને મેચની બહાર કરી દીધું હતું. તેણે સ્વીપ શોટનો બહુ સારી રીતે ઉપયોગ કરીને ભારતીય ટીમને હેરાન કરી દીધી હતી. જોકે, અક્ષર સામે તેની સ્વીપ સ્ટ્રેટેજી કામ નહોતી. ઇજાને લીધે પ્રથમ ટેસ્ટ ન રમનાર અક્ષર, બીજી ટેસ્ટમાં રૂટ નામના દવા બનીને આવ્યો. તેની સામે સ્વીપ શોટ રમવા જતા શોર્ટ-ફાઈન લેગ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો. આ અક્ષરની ટેસ્ટ કરિયરની પ્રથમ વિકેટ હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં રૂટ અક્ષરની બોલિંગમાં સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો.
Fifer on debut for @akshar2026! 👏👏
— BCCI (@BCCI) February 16, 2021
What a start to his Test career! 👌👌
England 9⃣ down as Olly Stone is out LBW. 👍👍 @Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/HmD2xFNn0b
ભારત માટે ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સ્પિનર્સ:
પાર્થિવની નિવૃત્તિ બાદ ગુજરાતનો કેપ્ટન બન્યો છે અક્ષર
પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગુજરાતની કમાન અક્ષર પટેલને સોંપવામાં આવી છે. તેની હેઠળ તાજેતરમાં ટીમ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમી હતી. અક્ષરે 18 વર્ષની વયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 40 મેચમાં 141 વિકેટ લીધી છે. તેમજ બેટ સાથે 34.22ની એવરેજથી 1677 રન કર્યા છે. હાલમાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો છે.
મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે અક્ષર
અક્ષર પટેલ મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના એક બહેન છે, જેઓ લગ્ન પછી અમેરિકામાં સેટલ થઈ ગયા છે. માતા હાઉસવાઈફ છે અને પિતા રિટાયર્ડ લાઈફ એન્જોય કરી રહ્યા છે. અક્ષરને મોટાભાગે બધા વ્હાઇટ બોલ પ્લેયર તરીકે જોતા હતા અને રેડ-બોલ માટે તેની રમત માફક નથી, તે રીતે તેની ટીકા થતી રહેતી હતી. જોકે, તેણે મળેલી તકનો ફાયદો ઉઠાવતાં સાબિત કર્યું કે, જરૂર પડ્યે તે મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
અક્ષર સાથે કોઈ મોમેન્ટ ડલ હોતી નથી
ગુજરાતના ફાસ્ટ બોલર અને અક્ષરના ખાસ મિત્રોમાંથી એક ચિંતન ગજા કહે છે કે, "અક્ષર સાથે ક્યારેય કોઈ મોમેન્ટ ડલ હોતી નથી. તે કાયમ ચિયરફુલ રહે છે અને બધા સાથી ખેલાડીઓનો પાનો ચડાવતો રહે છે. તેની સાથે હંમેશા બે-ત્રણ પ્લેયર્સ/ફ્રેન્ડ્સ હોય જ છે. એને કંપની જોઈએ જ છે." જ્યારે ચિંતનને પૂછવામાં આવ્યું કે, અક્ષર કઈ બાબતે ઇન્ટેન્સ હોય છે તો તેણે કહ્યું કે, "સામાન્યપણે તે સીરિયસ હોતો નથી, પરંતુ પોતાની રમતની બાબતે એકદમ ચોક્કસાઈ રાખે છે. તે લાંબો સમય ભારતીય ટીમ સાથે જોડાયેલો રહેવા માગે છે. તેના ઇંગ્લેન્ડ સામેના દેખાવથી એક મિત્ર અને સાથી ખેલાડી તરીકે હું બહુ ખુશ છું."
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.