તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચહલના માતા-પિતાને કોરોના:પત્ની ધનાશ્રીએ કહ્યું- પપ્પા સીરિયસ છે એટલે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, મમ્મીની ઘરે સારવાર ચાલી રહી છે; લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધનાશ્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેના સાસુ-સસરા સંક્રમિત થયા છે. - Divya Bhaskar
ધનાશ્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેના સાસુ-સસરા સંક્રમિત થયા છે.

ભારતના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલના પેરન્ટ્સ કોરોના સંક્રમિત થયા છે. તેના પિતાની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. ચહલની પત્ની ધનાશ્રીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.

ધનાશ્રીએ લખ્યું છે કે, "મારા પેરન્ટ્સ-ઈન-લો કોવિડ પોઝિટિવ થયાં છે. બંનેમાં ઘણાં લક્ષણો છે. મારા સસરાને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, જ્યારે મારાં સાસુની ઘરમાં જ સારવાર ચાલી રહી છે. હું હોસ્પિટલ ગઈ હતી અને મને ખબર છે કે બહાર પરિસ્થિતિ કેટલી ભયાનક છે. બધા પ્લીઝ... સાવચેતી રાખો."

માતા-પિતા સાથે યુઝી ચહલનો ફાઇલ ફોટો.
માતા-પિતા સાથે યુઝી ચહલનો ફાઇલ ફોટો.

ધનાશ્રીનાં મમ્મી અને ભાઈ પણ સંક્રમિત થયાં હતાં
ચહલની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે મારા માટે આ બહુ ઇમોશનલી ચેલેંજિંગ સમય ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં હું ચહલ સાથે આઇપીએલમાં હતી ત્યારે મારાં મમ્મી અને ભાઈ પણ સંક્રમિત થયાં હતાં. જોકે હવે તેઓ રિકવર થઈ ગયાં છે. થોડા સમય પહેલાં મારાં કાકા-કાકીને મેં કોવિડને લીધે ગુમાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...