• Gujarati News
 • Sports
 • Cricket
 • Pant's Weak Captaincy Revealed, Giving Chahal Just 2 Overs; Miller Dussen's 131 Game Changing Partnership

IND vs SA, મેચનો ટર્નિંગ પોઇન્ટ:પંતની નબળી કેપ્ટનશિપ છતી થઈ, ચહલને માત્ર 2.1 ઓવર આપી; મિલર-ડુસેનની 131 રનની ગેમ ચેન્જિંગ પાર્ટનરશિપ

એક મહિનો પહેલાલેખક: સ્પોર્ટ્સ ડેસ્ક
 • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. તેવામાં આ મેચમાં ભારતીય ટીમે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને SAને જીતવા 212 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ રિષભ પંત કેપ્ટન તરીકે ટીમને ટાર્ગેટ ડિફેન્ડ કરાવવા સફળ રહ્યા નહોતા. તેણે ચહલને ઓછી ઓવર આપવાની સાથે આક્રમક વિકેટ ટેકિંગ રણનીતિ પણ નહોતી બનાવી. તો બીજી બાજુ બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન ભારતની હારનું કારણ બની ગયું હતું. આ દરમિયાન ડૂસેનનો કેચ છોડવાનું હોય કે પછી સ્લો ઓવરરેટ દરેકમાં પંત એન્ડ ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ચલો આપણે આ મેચના ટર્નિંગ પોઈન્ટ પર નજર કરીએ....

 • આ મેચમાં બંને ટીમના મળીને કુલ 423 રન થયા હતા, જેમાં કુલ 28 સિક્સ અને 33 ફોર ફટકારવામાં આવી હતી.
 • આ મેચથી ભારતીય ટીમ માટે સકારાત્મક પાસું એ છે કે કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં પણ ભારતીય બેટરે દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણ સામે 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

મિલર અને ડુસેનની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ

દ.આફ્રિકાએ 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી ચોથી વિકેટ માટે ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડૂસેન વચ્ચે 64 બોલમાં અણનમ 131 રનની પાર્ટનરશિપે બાજી પલટી નાખી હતી. આ બંને બેટરે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ભારતીય ટીમ એકપણ વિકેટ ત્યારપછી ન લઈ શકી અને મેચ હારી ગઈ હતી.

 • ડેવિડ મિલરે 31 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 64 રન કર્યા હતા.
 • વાન ડેર ડૂસેને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 75 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
 • ડૂસેનને એક જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો ઉઠાવી તેણે ફિફ્ટી પણ ફટાકરી અને દ.આફ્રિકાને મેચ જિતાડી દીધી હતી.

બોલર્સનો ફ્લોપ રહ્યા, પંતની નબળી કેપ્ટનશિપ

 • આ મેચમાં ભારતની હારનું સૌથી મોટું કારણ બોલરોનો ફ્લોપ શો હતો.
 • અનુભવી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.
 • અવેશ ખાને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. હર્ષલ પટેલ પણ ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.
 • પહેલી વખત કેપ્ટનશિપ કરી રહેલા રિષભ પંતે પણ પ્રભાવિત કર્યા નહોતા.
 • આશ્ચર્યની વાત એ છે કે તેણે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને માત્ર બે ઓવર આપી હતી.

દક્ષિણ આફ્રિકા સામે સતત છઠ્ઠી હાર, ડુસેનનો કેચ છોડવો ભારે પડ્યો

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ સતત છઠ્ઠી હાર છે. અગાઉ ભારતને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સતત બે ટેસ્ટ અને ત્રણ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં આજની મેચમાં ડૂસેનનો કેચ છોડવો ભારે પડી ગયો હતો

15 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર ત્રણ વિકેટે 148 રન હતો. અહીંથી પરિણામ કોઈપણ ટીમની તરફેણમાં જઈ શકે તેમ હતું. પરંતુ, શ્રેયસ અય્યરે 16મી ઓવરના બીજા બોલ પર (બોલર અવેશ ખાન) ડુસેનનો સરળ કેચ છોડ્યો અને બાજી પલટાઈ ગઈ હતી. તે સમયે ડૂસેન 30 બોલમાં 29 રન પર રમી રહ્યો હતો. ત્યારપછી જીવનદાન મળતા ડૂસેને પોતાનું વલણ બદલ્યું અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો.

ચહલની ઓવરનો ઉપયોગ બરાબર ન કર્યો

રિષભ પંતે મિડલ ઓવર્સમાં ચહલની ઓવર્સનો બરાબર ઉપયોગ કર્યો નથી. તમને જણાવી દઈએ કે આ મેચમાં ચહલે માત્ર 2.1 ઓવર ફેંકી હતી. જેમાં તેણે 12ના ઈકોનોમી રેટથી 26 રન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે મિલર અને ડૂસેન વચ્ચે જ્યારે પાર્ટનરશિપ વધારે મજબૂત થઈ રહી હતી ત્યારે ચહલની ઓવર વધારે આપવાની જરૂર હતી.

આવેશની બોલિંગમાં ગતિ હતી, પરંતુ વિકેટ ન મળી
આવેશ ખાનની બોલિંગ જોરદાર ફાસ્ટ રહી હતી. પરંતુ આ મેચમાં તેને એકપણ વિકેટ મળી નહોતી. તમને જણાવી દઈએ કે આવેશે કુલ 4 ઓવરમાં 8.75ના ઈકોનોમી રેટથી 35 રન આપ્યા હતા. આ દરમિયાન 10 ડોટ બોલ રહ્યા જ્યારે તેને 2 વાઈડ અને 1 નો બોલ ફેંક્યા હતા. તો બીજી બાજુ 5 ચોગ્ગા પણ ખાધા હતા.

અન્ય સમાચારો પણ છે...