કમબેકમાં સુપરહિટ:ટીમ ઈન્ડિયામાં પંડ્યાનું 'હાર્દિક' સ્વાગત, 250+ના સ્ટ્રાઈક રેટથી SAના બોલર્સને ધોઈ નાખ્યા; પરંતુ બોલિંગમાં રન લૂંટાવ્યા

15 દિવસ પહેલા

ભારત અને દ.આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેવામાં ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ટીમના સ્કોરબોર્ડ ચલાવવામાં તેણે શાનદાર યોગદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને IPL 2022નું ટાઈટલ જીતાડ્યા પછી શોર્ટ ફોર્મેટમાં પોતાની લય પરત મેળવી લીધી છે. તેવામાં આફ્રિકા સામે તેણે 250+ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા ટીમમાં શાનદાર કમબેક કરી લીધું છે.

પંડ્યાએ SA બોલર્સને ધોઈ નાખ્યા

  • હાર્દિક પંડ્યાએ દ.આફ્રિકા સામે બેટિંગ કરતા 12 બોલમાં 31* રન ફટકાર્યા હતા.
  • હાર્દિકે આ દરમિયાન 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
  • પંડ્યાનો સ્ટ્રાઈક રેટ પણ બેટિંગ દરમિયાન 258.33નો રહ્યો હતો.
  • ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 211 રન કર્યા હતા.

કેપ્ટન અને વાઈસ કેપ્ટન વચ્ચે શાનદાર પાર્ટનરશિપ

ભારતીય ટીમની ચોથી વિકેટ માટે પાર્ટનરશિપ પંત અને કેપ્ટન વચ્ચે શાનદાર રહી હતી. આ દરમિયાન બંને ખેલાડીએ મળીને કુલ 18 બોલમાં 46 રન ફટકારી ટીમને એક હાઈસ્કોરિંગ ટોટલ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પાર્ટનરશિપ પછી જોકે રિષભ પંત 29ના અંગત સ્કોર કરી નોર્ત્યાની ઓવરમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારપછી હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે 5 બોલમાં 9* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

હાર્દિકની કેપ્ટનશિપમાં ગુજરાતે IPL ટાઈટલ જીત્યું

ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું હતું. IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ખિતાબ પોતાને નામ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...