તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Pandya, Who Was Battling In The Runchase, Changed The Bat And India Won The Tough Game, He Said After The Match He Was Looking For A Bat To Come Out Of Five Matches.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોકિંગ પોઇન્ટ:રનચેઝમાં ઝઝૂમી રહેલા પંડ્યાએ બેટ બદલ્યું અને ભારતે અઘરી જણાતી ગેમ જીતી, મેચ પછી કહ્યુ- પાંચ મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતે રવિવારે સિડની ખાતે ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. 195 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ 19.4 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. ટીમ માટે સર્વાધિક રન શિખર ધવન (56)એ કર્યા, પરંતુ સૌથી વધુ ઈમ્પૅક્ટ હાર્દિક પંડ્યાની ઇનિંગ્સનો રહ્યો. પાંચમા ક્રમે રમવા આવેલા પંડ્યાએ 22 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 42* રન કર્યા.

શરૂઆતમાં ઝઝૂમી રહ્યો હતો પંડ્યા
હાર્દિક બેટિંગ કરવા આવ્યો ત્યારે ટાઈમિંગ માટે ઝઝૂમી રહ્યો હતો. તેણે રમેલા પ્રથમ 15 બોલમાં માત્ર 22 રન કર્યા હતા. આ સમયે તેની સ્ટ્રાઇક રેટ 126.67 હતી. અને ભારતને મેચ જીતવા માટે 9 બોલમાં 23 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાંથી જઈ રહી છે. તે સમયે હાર્દિકે પોતાનું બેટ બદલ્યું અને આ સાથે મેચ બદલાઈ.

હાર્દિકે 18.3 ઓવર પછી બેટ બદલ્યું હતું. મેચ પછી તેણે કહ્યુ કે, પાંચ મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો.
હાર્દિકે 18.3 ઓવર પછી બેટ બદલ્યું હતું. મેચ પછી તેણે કહ્યુ કે, પાંચ મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો.

નવા બેટથી ઓસ્ટ્રેલિયાને ધોકાવ્યા
નવા બેટથી હાર્દિકે તરત જ ઇનિંગ્સમાં ઝડપ લાવી દીધી હતી. પહેલા બે બોલમાં બે ફોર માર્યા પછી તેણે પછીના 5 બોલમાં 2 સિક્સ મારી, તે પછી તો મેચમાં ફોર્માલિટી પણ બાકી રહી નહોતી. આમ, હાર્દિકે નવા બેટથી મેચનું રૂપ બદલી નાખ્યું. તેને આ ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. અંતિમ ઓવરમાં ભારતને 14 રનની જરૂર હતી, હાર્દિકે આ ઓવરમાં 2 સિક્સ મારી અને 2 બોલ બાકી રાખીને ભારતને મેચ જિતાડી.

હાર્દિકે કહ્યુ- પાંચ મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો
પોસ્ટ મેચ પ્રઝેન્ટેશનમાં હાર્દિકે કહ્યુ કે, હું છેલ્લી 5 મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો. હું છેલ્લા ત્રણ વર્ષથી જે બેટથી બેટિંગ કરી રહ્યો હતો તે તૂટી ગયું છે. તે પછી હું સતત ફાવટ આવે તેવું બેટ શોધતો હતો. છેલ્લે જેનાથી રમ્યો તે બરાબર લાગ્યું.

આજની મેચનો સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

હાર્દિકે વધુમાં કહ્યુ કે, અંતિમ ઓવર બાકી હતી ત્યારે મને ખબર હતી કે મેચ જીતવાથી માત્ર 2 હિટ દૂર છીએ. સિક્સ મારવા કરતા મારુ ધ્યેય મેચ ફિનિશ કરવા પર હતું. મને છેલ્લા બોલ સુધી મેચ લઈ જવી નથી ગમતી, હું હંમેશા મેચ વહેલી પૂરી કરવાનો જ પ્રયાસ કરું છું. આ જીત બધા ભારતીયોને સમર્પિત છે.

વિરાટે હાર્દિકના પેટ ભરીને વખાણ કર્યા
કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી ક્હ્યુ કે, હાર્દિકને અમે 2016માં ટીમમાં તેની એબિલિટી (ક્ષમતા)ને લીધે સ્થાન આપ્યું હતું. તેને હવે ખબર છે કે, આ તેનો પોતાને એક ફિનિશર તરીકે એસ્ટાબ્લિશ(સ્થાપિત) કરવાનો અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાનો સમય છે. તે રમતી વખતે પોતાનું સંપૂર્ણ આપે છે અને હાઈએસ્ટ લેવલે સ્કિલ એક્ઝિક્યુટ કરતા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો