તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Pandya Sams Caught 2 Brilliant Catches To Turn The Match Around: Natarajan Took 3 Wickets In His Debut Match

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

T-20નો રોમાંચ તસવીરોમાં:ઈજાગ્રસ્ત જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની T-20 સિરીઝમાંથી બહાર, શાર્દૂલ ઠાકુરને સ્થાન; પંડ્યા-સેમસને 2 શાનદાર કેચ પકડી મેચની બાજી પલટી

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાર્દિક પંડ્યાએ હવામાં ડાઈવ લગાવી એરોન ફિંચનો શાનદાર કેચ પકડ્યો. જીત તરફ આગળ વધી રહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચને 35 રને આઉટ કર્યો. - Divya Bhaskar
હાર્દિક પંડ્યાએ હવામાં ડાઈવ લગાવી એરોન ફિંચનો શાનદાર કેચ પકડ્યો. જીત તરફ આગળ વધી રહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચને 35 રને આઉટ કર્યો.

વન-ડે સિરીઝમાં હારનો સામનો કર્યા બાદ ભારતે T-20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હાર આપી છે. એક સમયે મેચ ઓસ્ટ્રેલિયાની પકડમાં આવી ગઈ હતી, પણ હાર્દિક પંડ્યાએ એરોન ફિંચ (35) અને સંજુ સેમસને સ્ટીવ સ્મિથ (12)નો શાનદાર કેચ પકડી મેચમાં બાજી પલટી નાખી હતી. (આ પણ વાંચોઃ ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું:જાડેજાને બોલ વાગવાનું ભારતને ફળ્યું, ચહલ આવ્યો ને ત્રણ વિકેટ ખાઈ ગયો, ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ)

સ્મિથે ગત વન-ડે સિરીઝમાં ભારત સામે 2 સદી ફટકારી હતી, જ્યારે ફિંચે શાનદાર ફોર્મ દર્શાવ્યું હતું. આજે પ્રથમ T-20 મેચમાં 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિઝ ઉપર ટકી જાય તો ભારત માટે આ મેચ જીતવી મુશ્કેલ બની ગઈ હોત.

જાડેજાની જગ્યાએ શાર્દૂલને સ્થાન
પહેલી જ T-20માં ઈજાગ્રસ્ત થયેલા રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની બાકીની 2 T-20માં નહિ રમી શકે. જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને વિરાટ બ્રિગેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. માથામાં બોલ વાગ્યો હોવાથી જાડેજાને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે અને શનિવારે સવારે જાડેજાનું જરૂર પડ્યે વધુ સ્કેન કરવામાં આવશે, જેને પગલે તે ઓસ્ટ્રેલિયા સામેની T-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

નટરાજને ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને પરાસ્ત કર્યું
ઓસ્ટ્રેલિયાના ઓપનર ફિંચ અને ડી'આર્કી શોર્ટએ 56 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યાર બાદ યુજવેન્દ્ર ચહલે ફિંચ અને સ્ટીવ સ્મિથ (12)ને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને મોટો ઝાટકો આપ્યો હતો. હજુ આ ઝાટકો સહન કર્યા બાદ ઓસ્ટ્રેલિયા માંડ મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ડેબ્યુ મેચ રમી રહેલા ટી. નટરાજને ગ્લેન મેક્સવેલ(2) અને ડી'આર્કી શોર્ટ(34) રન પર આઉટ કરી મિડલ ઓર્ડરને તોડી નાખ્યું હતું. છેલ્લે, નટરાજને મિચેલ સ્ટાર્ક (1) ક્લીન બોલ્ડ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને ડાઈવ લગાવી સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ પકડ્યો.
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને ડાઈવ લગાવી સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ પકડ્યો.
સ્મિથે ગત વનડે સિરીઝમાં ભારત સામે 2 સદી ફટકારી હતી. આ T-20માં તેણે 12 રન પર યુજવેન્દ્ર ચહલે સેમસનના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.
સ્મિથે ગત વનડે સિરીઝમાં ભારત સામે 2 સદી ફટકારી હતી. આ T-20માં તેણે 12 રન પર યુજવેન્દ્ર ચહલે સેમસનના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.
ભારતે આપેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે સૌથી વધારે 35 રન કર્યા હતા.
ભારતે આપેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે સૌથી વધારે 35 રન કર્યા હતા.
ઝડપી બોલર ટી. નટરાજનની આ ડેબ્યુ T-20 મેચ હતી. મેચમાં તેણે 3 વિકેટ લીધી હતી. નટરાજને ગ્લેન મેક્સવેલ(2), ડી'આર્કી શોર્ટ (34) અને મિચેલ સ્ટાર્ક (1)ને પેવેલિયન મોકલી આપ્યા હતા.
ઝડપી બોલર ટી. નટરાજનની આ ડેબ્યુ T-20 મેચ હતી. મેચમાં તેણે 3 વિકેટ લીધી હતી. નટરાજને ગ્લેન મેક્સવેલ(2), ડી'આર્કી શોર્ટ (34) અને મિચેલ સ્ટાર્ક (1)ને પેવેલિયન મોકલી આપ્યા હતા.
હવામાં ડાઈવ લગાવી પંડ્યાએ ફિંચ અને સેમસને સ્મિથનો કેચ પકડયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ આ ઝાટકાથી બેઠી થઈ શકી નહીં અને મેચ ગુમાવી હતી.
હવામાં ડાઈવ લગાવી પંડ્યાએ ફિંચ અને સેમસને સ્મિથનો કેચ પકડયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ આ ઝાટકાથી બેઠી થઈ શકી નહીં અને મેચ ગુમાવી હતી.
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર લોકેશ રાહુલ 40 બોલ પર સૌથી વધારે 51 રનની ઈનિંગ રમ્યો હતો. તેણે એક છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર લોકેશ રાહુલ 40 બોલ પર સૌથી વધારે 51 રનની ઈનિંગ રમ્યો હતો. તેણે એક છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શિખર ધવન એક રન બનાવી મિચેલ સ્ટાર્કના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.
ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શિખર ધવન એક રન બનાવી મિચેલ સ્ટાર્કના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.
અંતમાં, રવીન્દ્ર જાડેજાએ 23 બોલ પર 44 રન ફટકાર્યા હતા. તેણે પણ એક છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવરમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
અંતમાં, રવીન્દ્ર જાડેજાએ 23 બોલ પર 44 રન ફટકાર્યા હતા. તેણે પણ એક છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવરમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત્ રહ્યું. તે 9 રન બનાવી આઉટ થયો હતો. કરિયરની બીજી મેચ રમી રહેલા મિચેલ સ્વેપ્સને તેને આઉટ કર્યો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત્ રહ્યું. તે 9 રન બનાવી આઉટ થયો હતો. કરિયરની બીજી મેચ રમી રહેલા મિચેલ સ્વેપ્સને તેને આઉટ કર્યો હતો.
ફિંચનો કેચ ઝડપ્યા બાદ કોહલીએ પંડ્યાને ગળે લગાવ્યો હતો, સાથે ઊભા રહેલા સ્પિનર યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
ફિંચનો કેચ ઝડપ્યા બાદ કોહલીએ પંડ્યાને ગળે લગાવ્યો હતો, સાથે ઊભા રહેલા સ્પિનર યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
T-20 સિરીઝમાં ઓસ્ટ્રે્લિયાના પ્લેયર ખાસ ડિઝાઈન કરેલી સ્વદેશી જર્સી પહેરીને ઊતર્યા હતા. આ જર્સી વર્ષ 1868ની ઓસ્ટ્રેલિયન ટીમને સન્માન આપવા તૈયાર કરવામાં આવેલી છે. એ આંટી ફિયોન ક્લાર્ક અને કોર્ટની હેગન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો