ભારતની જીતના ટોપ-5 ફેક્ટર:પંડ્યા ફરી સૌથી મોટો મેચ વિનર બન્યો, અર્શદીપ પછી કોહલીએ જીત પર મહોર લગાવી

એક મહિનો પહેલા

રવિવારે ટીમ ઈન્ડિયાએ છેલ્લા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે હારનો હિસાબ ચૂક્તે કરી લીધો છે. MCG સ્ટેડિયમમાં 1 લાખ અને પૂરી દુનિયામાં ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લગભગ 25 કરોડ લોકોએ આ શાનદાર મેચ નિહાળી. ભારતે 4 વિકેટથી જીત મેળવી છે. મેચમાં પાંચ ફેક્ટર એવા રહ્યા, જેણે મેલબર્નમાં હવાની દિશા બદલી ભારતના નામે કરી દીધી હતી. ચાલો પાંચ ફેક્ટર વિશે જાણીએ...

5. 4 ઓવરમાં જ પાકિસ્તાનની કમર તોડી
રોહિત શર્માએ ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આનું કારણ જણાવતા રોહિતે કહ્યું- અહીં શિયાળાની સાથે સાથે ઓવરકોસ્ટ કંડિશન પણ છે.

અમારી ટીમ માટે મોટો પડકાર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન હતા. આ બંન્ને પાકિસ્તાનના એક્સ ફેક્ટર છે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં બંન્નેએ ભારત વિરુદ્ધ આઉટ થયા વગર 152નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

જો કે, દિવસ નવો હતો અને મેચ પણ. ટીમ ઈન્ડિયા નવા જોશ સાથે મેદાને ઉતરી. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહે પહેલા બોલે બાબર આઝમને ગોલ્ડન ડક LBW આઉટ કર્યો. આ પાકિસ્તાનની ઈનિંગની બીજી ઓવર હતી. અર્શદીપે પોતાની બીજી અને પાકિસ્તાનની ઈનિંગની ચોથી ઓવરમાં મોહમ્મદ રિઝવાનની વિકેટ લીધી. દુનિયાના બોલરો માટે ટેન્શન બની ગયેલા બે બેટર પાંચમી ઓવર સુધી ટકી પણ શક્યા નહોતા.

4. મોહમ્મદ શમીએ કરાયું કમબેક
શરૂઆતની બે વિકેટ પડ્યા પછી શાન મસૂદ અને ઇફ્તિખાર અહમદે ઈનિંગ સંભાળી લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 50 બોલમાં 76 રન જોડ્યા હતા. 12.1 ઓવર સુધી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 91 રન હતા. ઇફ્તિખાર 33 બોલ પર 51 રન બનાવી ચૂક્યો હતો. જેમાં 4 છગ્ગાનો પણ સમાવેશ થાય છે.

આ દરમિયાન મોહમ્મદ શમીએ ઈફ્તિખારને આઉટ કરી ભારતને રાહત અપાવી. શમીએ પાકિસ્તાનના મિડલ ઓવર બેટરને LBW આઉટ કર્યા.

3. પંડ્યાએ એશિયા કપની કમાલનું પુનરાવર્તન કર્યું
શમીએ વિકેટ લીધા પછી હાર્દિક કેવી રીતે પાછળ રહી શકે છે. તેણે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 28 ઓગસ્ટે કરેલા શાનદાર પર્ફોર્મન્સનું પુનરાવર્તન કર્યું છે. તે મેચમાં હાર્દિકે 25 રન આપી 3 વિકેટ લીધી હતી. આ વખતે તેણે 30 રન આપી ત્રણ વિકેટ લીધી છે. શાદાબ, હૈદર અલી અને મોહમ્મદ નવાઝની વિકેટ લઈ હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના મિડલ ઓવરની કમર તોડી નાખી હતી.

2. પાકિસ્તાન વિરુદ્ધ કોહલી ફરી બન્યો વિરાટ
પરિસ્થિતિ જોતા 160નો ટાર્ગેટ પણ વિશાળ હતો. ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. મેચ પાકિસ્તાનની ફેવરમાં હતી. પરંતુ કહેવાય છે કે..ક્રિકેટમાં અંતિમ બોલ ન ફેંકાય ત્યાં સુધી મેચ પૂરી ન સમજવી. વિરાટ કોહલીએ આગેવાની લીધી હતી. અને તે પછી જે થયું તે ક્રિકેટ મેચના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. કિંગ કોહલીએ 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી.

1.પંડ્યા ફરી સૌથી મોટો મેચ વિનર બન્યો
જ્યારે વિરાટે ઇનિંગ્સને સંભાળવાનો આગ્રહ કર્યો, ત્યારે હાર્દિક પંડ્યાએ રન રેટ વધારવા પર ફોકસ કર્યું. 10 ઓવરમાં ભારતે માત્ર 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંડ્યાએ પાકિસ્તાની સ્પિનરો શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝને નિશાન બનાવ્યા. હાર્દિકની ઇનિંગને કારણે ભારતે છેલ્લી 10 ઓવરમાં 11થી ઉપરનો રન રેટ હાંસલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...