બાળક પણ આમ આઉટ ન થાય:PAKના શોએબ મલિકની હાંસી ઊડી, બેદરકારીના પરિણામે રનઆઉટ થયો; VIDEO વાઈરલ

2 મહિનો પહેલા

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની પહેલી મેચમાં શોએબ મલિક ગંભીર બેદરકારીના પરિણામે આઉટ થયો હતો, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાનની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં શોએબ મલિક ક્વિક સિંગલ લેવા જઈ રહ્યો હતો, ત્યારે રનઆઉટ થતાં બધા ચોંકી ગયા હતા.

શોએબ મલિક છઠ્ઠી ઓવરમાં સિંગલ લેવા જતાં ક્રીઝની બહાર આવી ગયો હતો, પરંતુ બોલ વિકેટકીપરે પકડી લેતાં તે ભાગ્યો નહોતો. જોકે આ દરમિયાન શોએબ એટલો બેદરકાર જણાયો કે તે બેટ હાથમાં ફેરવતો રહ્યો અને ક્રીઝમાં પહોંચવામાં આળસ કરતો હોય એમ જણાયો હતો. આનો ફાયદો ઉઠાવીને બાંગ્લાદેશના વિકેટકીપરે ડાયરેક્ટ થ્રો સ્ટમ્પ્સ પર મારી અપીલ કરી હતી. વીડિયો ફૂટેજના આધારે શોએબ ક્રીઝમાં નહોતો આવ્યો, જેને કારણે તેને આઉટ જાહેર કરી દેવાયો હતો.

સોશિયલ મીડિયામાં મજાક ઊડી
શોએબ મલિક જેવી રીતે આઉટ થયો એને કારણે યુઝર્સે તેની મજાક ઉડાવી હતી. કેટલાકે તો એમ પણ કહ્યું હતું કે આમ તો કોઈ બાળક પણ આઉટ ન થાય જેવી રીતે શોએબ આઉટ થયો છે. 22 વર્ષનો અનુભવી બેટર પણ સાવ આમ આઉટ થયો એ જોઈને નવાઈ લાગે છે. આ મેચમાં તે એક રન પણ કરી શક્યો નહોતો.

આવી જ ઘટના 2018માં અબુધાબીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. અઝહર અલી મેચમાં રનઆઉટ થયો હતો. મેચની 53મી ઓવરમાં અઝહર અલીએ શાનદાર શોટ રમ્યો અને બોલ બાઉન્ડરી તરફ જવા લાગ્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈક પર ઊભેલા અઝહર અને અસદ શફીકે પિચની વચ્ચે પર ઊભા રહી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું.

  • તેવામાં બોલ બાઉન્ડરી લાઈન ક્રોસ કરે એ પહેલાં જ ઊભો રહી ગયો હતો.
  • વળી, બીજી બાજું આ વાતથી અજાણ બંને બેટર એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા હતા.
  • મિચેલ સ્ટાર્કે આનો ફાયદો ઉઠાવી વિકેટકીપરને થ્રો આપ્યો અને તેણે વિના વિલંબે ટિમ પેનને આઉટ કરી દીધો હતો.
  • જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો. અઝહર અલીની સોશિયલ મીડિયા પર પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...