તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistani Team Troll | PAK Lost 18 Of Their Last 20 ODIs Against England; Fans Said The Team Should Be Going To Play Against Zimbabwe Again

વનડેમાં PAK ટીમનાં સૂપડા સાફ:ઇંગ્લેન્ડ સામે છેલ્લી 20માંથી 18 વનડે મેચ હારી, રમીઝ રાજા સહિત ફેન્સ ગુસ્સે થયા; કહ્યું- ટીમને ફરીથી ઝિમ્બાબ્વે સામે રમવા જતા રહેવું જોઇએ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનની ટીમ સતત 2 વનડે મેચ હાર્યા પછી રમીઝ રાઝા સહિત અન્ય પાકિસ્તાની ફેન્સ ટીમ પર ભડક્યાં. (ફાઇલ ફોટો) - Divya Bhaskar
પાકિસ્તાનની ટીમ સતત 2 વનડે મેચ હાર્યા પછી રમીઝ રાઝા સહિત અન્ય પાકિસ્તાની ફેન્સ ટીમ પર ભડક્યાં. (ફાઇલ ફોટો)
  • ટીમમાં ઘણા ઓવરરેટેડ ખેલાડી છે, તેમની જગ્યાએ નવા ખેલાડીને તક આપવી જોઇએ - રમીઝ રાજા

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અત્યારે 3 વનડેની સિરીઝ રમાઈ રહી છે. કોરોનાવાયરસના કારણે ઈંગ્લેન્ડની B ટીમ સિરીઝ રમી રહી છે, જેમાં તેણે 2-0થી લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પાકિસ્તાની ટીમ 52 રનથી હારી ગઈ હતી. PAK ટીમ ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 20માંથી 18 વનડે મેચ હારી ગઈ છે. જેના પરિણામે દર્શકો સહિત પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર્સ પણ ગુસ્સે થયા છે. પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા સહિત ફેન્સે વિવિધ માધ્યમથી પોતામો ગુસ્સો ઠાલવ્યો હતો. લોકોએ કહ્યું કે પાકિસ્તાને ફરીથી ઝિમ્બાબ્વે સામે રમવા જતા રહેવું જોઇએ.

રમીઝ રાજાએ ટીમ મેનેજમેન્ટની પોલ ખોલી
પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડની B ટીમ સામે હારી જતા રમીઝ રાજાએ આ ટીમને 'ગ્લોરિફાઇડ કાઉન્ટી ટીમ' કહી હતી. રમીઝ એટલો નારાજ હતો કે એણે કહ્યું હતું કે જો આ સિરીઝની હારને ભૂકંપના રિએક્ટર સ્કેલ દ્વારા માપવામાં આવે તો આની તીવ્રતા 15 હોત. આ પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમની નિષ્ફળતા સ્પષ્ટપણે છતી ગઈ છે. પાકિસ્તાન આ સિરીઝ 3-0થી પણ હારી શકે છે.

પાકિસ્તાની ટીમનો બચાવ કરવાની જરૂર નથી
રમીઝ રાજાએ વધુમાં કહ્યું કે આ પાકિસ્તાની ક્રિકેટ ટીમને સૌથી મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાની ટીમનો બચાવ કરવાની જરૂર નથી. તેણે ઇંગ્લેન્ડની B ટીમ અંગે કહ્યું હતું કે આ અલગ લેવલની કાઉન્ટી ટીમ છે, જેણે પાકિસ્તાનની ટીમને બેક ટુ બેક હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમ પર અત્યારે વાઇટ વૉશનું જોખમ છે.

રમીઝ રાજાએ કોચ પર નિશાન સાધ્યું- ટીમમાં ઘણા ઓવરરેટેડ ખેલાડી છે. હવે સમય આવી ગયો છે કે ટીમમાં કોચિંગ સેટઅપથી લઇને અન્ય ફેરફારો કરવાની જરૂર છે. ફેન્સને ક્યાં સુધી નિરાશ કરશો? ટીમમાં ક્યાં સુધી ઓવરરેટેડ ખેલાડીઓ રમતા રહેશે? બદલાવ ક્યારે આવશે- રમીઝ રાજા

વનડેનો નંબર-1 બેટ્સમેન પણ નિષ્ફળ
બાબર આઝમ વનડેનો નંબર-1 ખેલાડી છે. પરંતુ આ સિરીઝમાં એનું પ્રદર્શન પણ સાવ ખરાબ રહ્યું છે. પહેલી મેચમાં તે શૂન્ય રન પર આઉટ થયો હતો, જ્યારે બીજીમાં તે માત્ર 19 રન બનાવી શક્યો હતો. જેના કારણે ફેન્સે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો. પાકિસ્તાની ટીમનો ઇંગ્લેન્ડ સામેની દ્વિપક્ષીય સિરીઝનો રેકોર્ડ જોઇએ તો ટીમ છેલ્લી 20માંથી 18 મેચ હારી ગઈ છે, જેમાંથી માત્ર 2માં એણે જીત પ્રાપ્ત કરી છે.

10મી સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો
ઇંગ્લેન્ડમાં બંને દેશો વચ્ચે આ 12મી દ્વિપક્ષીય વનડે સિરીઝ છે. ઇંગ્લેન્ડે આમાંથી 10માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને માત્ર એક જ સિરીઝ જીતી છે. બંને ટીમ વચ્ચે એક સિરીધ ડ્રો રહી હતી. પાકિસ્તાને 1974માં છેલ્લી સિરીઝ જીતી હતી. પાકિસ્તાન છેલ્લા 47 વર્ષથી ઇંગ્લેન્ડમાં વનડે સિરીઝ જીતી શક્યું નથી. 2019માં રમાયેલી અંતિમ સિરીઝમાં પાકિસ્તાનને 0-4થી કારમી હાર મળી હતી.

ફેન્સે સોશિયલ મીડિયામાં મીમ શેર કરી ગુસ્સો ઠાલવ્યો
પાકિસ્તાન જ્યારે બીજી વનડે મેચ પણ હારી ગઈ ત્યારે સોશિયલ મીડિયામાં ફેન્સ એક્ટિવ થઈ ગયા હતા. નિરાશ ફેન્સે ટીમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનના ફેન્સે કહ્યું કે ટીમને ફરીથી ઝિમ્બાબ્વે સામે રમવા જતું રહેવું જોઇએ. ઘણા ફેન્સે તો બાબર આઝમને પણ ટ્રોલ કર્યો હતો. જુઓ આવીજ કેટલીક રસપ્રદ પ્રતિક્રિયાઓ........

અન્ય સમાચારો પણ છે...