એશિયા કપમાં 8 વર્ષે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો:પાકિસ્તાને 5 વિકેટે ભારતને હરાવ્યુ, મોહમ્મદ રિઝવાને 71 રન કર્યા; નવાઝે 42 રનની તોફાની ઇનિંગ રમી

24 દિવસ પહેલા

દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતના બધા જ બોલરોને વિકેટ મળી હતી.

રવિ બિશ્નોઈએ ટીમને પહેલી સફળતા અપાવી હતી અને તેણે બાબર આઝમની વિકેટ લીધી હતી.
રવિ બિશ્નોઈએ ટીમને પહેલી સફળતા અપાવી હતી અને તેણે બાબર આઝમની વિકેટ લીધી હતી.

પહેલી ઇનિંગની હાઈલાઈટ્સ

  • ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 2 વિકેટે 62 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે પાકિસ્તાન સામે T20માં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
  • રોહિત શર્માએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા.
  • કેએલ રાહુલે પણ 20 બોલમાં 28 રન કર્યા હતા.
  • આ બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 30 બોલમાં 54 રનની પાર્ટનરશિપ થઈ હતી.
  • વિરાટ કોહલીએ 32મી T20 ઈન્ટરનેશનલ ફટકારી હતી. તેણે એશિયા કપમાં સતત બીજી ફિફ્ટી મારી હતી. કોહલી 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેની આ શાનદાર ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યા હતા.
  • પાકિસ્તાન સામેની પહેલી મેચના હીરો હાર્દિક પંડ્યા ઝીરોમાં આઉટ થયો હતો.
  • દીપક હુડ્ડાએ 14 રન બનાવ્યા હતા.
  • રવિ બિશ્નોઈ છેલ્લા 2 બોલમાં 8 રન માર્યા હતા.
  • શાદાબ ખાને 4 ઓવરમાં 31 રન દઈને 2 વિકેટ ઝડપી હતી
ભારતીય ઓપનરોએ ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.
ભારતીય ઓપનરોએ ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.

રોહિત અને રાહુલની તોફાની શરૂઆત

કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી અને 30 બોલમાં 54 રનની પાર્ટનરશિપ કરી હતી. પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 ઓવરમાં 62/2 હતો. જે પાવરપ્લેના અંતે આ એશિયા કપમાં કોઈપણ ટીમમાંથી વધુ હતો.

પાકિસ્તાનનો સ્પિનર શાદાબ ખાને મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનનો સ્પિનર શાદાબ ખાને મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11:

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), ફખર ઝમન, ખુશદીલ શાહ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, નસીમ શાહ, હારિસ રઉફ અને મોહમ્મદ હસનૈન.

ટીમ ઈન્ડિયામાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર થઈ ગયા હોવાથી દીપક હુડ્ડાને ટીમમાં સ્થાન મળ્યુ છે. તો હાર્દિકની ટીમમાં વાપસી થઈ છે. રવિ બિશ્નોઈને પણ ટીમમાં સમાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકને ટીમમાંથી પડત મૂકવામાં આવ્યો છે. આવેશ ખાન પણ ટીમમાંથી ફિવરના કારણે બહાર થઈ ગયો છે.

પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ સાથે જોવા મળ્યા હતા.
સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ સાથે જોવા મળ્યા હતા.
સ્ટેડિયમ ભારતીય ચાહકોથી ખીચોખીચ ભરેલું છે.
સ્ટેડિયમ ભારતીય ચાહકોથી ખીચોખીચ ભરેલું છે.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને પાકિસ્તાનના કોચ સકલૈન મુશ્તાક મેચ શરૂ થતા પહેલા એકબીજાને મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને પાકિસ્તાનના કોચ સકલૈન મુશ્તાક મેચ શરૂ થતા પહેલા એકબીજાને મળ્યા હતા.

ભારત અને પાકિસ્તાન 7 દિવસમાં બીજીવાર એકબીજા સામે રમશે. આ વખતે પડકાર ભારત માટે પણ છે. ભારત માટે ટોપ ઓર્ડર ચિંતાનો વિષય છે. ઈજા બાદ કમબેક કરનાર રાહુલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

રોહિત પણ મોટો સ્કોર નથી કરી શક્યો. કોહલી-સૂર્યકુમારે હોંગકોંગ સામે સારી ઈનિંગ્સ રમી હતી. બુમરાહ-હર્ષલની ગેરહાજરીમાં ટીમની બોલિંગ નબળી લાગે છે, આવેશ બંને મેચમાં મોંઘો સાબિત થયો. જોકે, તે પાક. સામેની મેચમાં બીમાર હોવાને કારણે રમી શકે તેમ નથી. તેના સ્થાને દીપક ચાહરને સામેલ કરાય તેવી શક્યતા છે.

28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાન ટીમ માત્ર 147 રન જ બનાવી શકી હતી. ભારતની બેટિંગને જોતા આ સ્કોર આસાન લાગતો હતો, પરંતુ પાકિસ્તાનના બોલરો શરૂઆતમાં ઝટકા આપ્યા. જોકે, છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની ભાગીદારીએ ભારતને જીત અપાવી હતી.

ક્યાં રમાશે મેચ, કેવી હશે પીચ?

બંને ટીમો વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે. જ્યારે, મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ ઉછાળવામાં આવશે. ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર પ્રશંસકો મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. તમે Disney+ Hotstar એપ પર ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ મેચ સંબંધિત કવરેજ સિવાય તમે ભાસ્કર એપ પર જોઈ શકો છો.

એશિયા કપમાં દુબઈની પીચ પર અત્યાર સુધી રમાયેલી મેચોમાં શરૂઆતની ઓવરોમાં રન બનાવવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે, છેલ્લા પાંચ-છ ઓવરોમાં સિક્સર અને ફોરનો વરસાદ થયો હતો. અહીંની પિચ મોટાભાગે સ્પિનરો માટે અનુકૂળ રહે છે, પરંતુ તાજેતરના સમયમાં તેણે ઝડપી બોલરોને મદદરૂપ જણાય છે. આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ બંને ટીમો પહેલા બોલિંગ કરવાનું વિચારશે.

અન્ય સમાચારો પણ છે...