પાકિસ્તાનમાં રમવા જશે ઈન્ડિયા!:2023માં એશિયા કપને પાકિસ્તાન હોસ્ટ કરશે, ACCના નિર્ણયને જય શાહનું સમર્થન

3 મહિનો પહેલા

2023માં આયોજિત એશિયા કપને પાકિસ્તાન હોસ્ટ કરવા જઈ રહ્યું છે. આ નિર્ણય દુબઈમાં એક બેઠક દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેવાયો હતો. જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને BCCIના સચિવ જય શાહે પણ નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે.

આના સિવાય 2024 એશિયા કપને શ્રીલંકામાં આયોજિત કરાશે અને જેને T-20 ફોર્મેટમાં રમાશે. જય શાહે કહ્યું હતું કે કોઈબીજા દેશ સિવાય એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાવો જોઈએ. પ્રાપ્ત થતી માહિતી અનુસાર PCB અને BCCIએ પણ આ નિર્ણયની પુષ્ટિ કરી દીધી છે.

ઈન્ડિયન ટીમ એશિયા કપની ચેમ્પિયન
એશિયા કપના કારણે ઈન્ડિયન ટીમ પાકિસ્તાન ટૂર પર જઈ શકે છે. આની પહેલા ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી. આ વખતે જય શાહે ટૂર્નામેન્ટ માટે અપ્રોચ કર્યો છે. જેને જોતા લાગી રહ્યું છે કે ભારત આ કપમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ શકે છે.

આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર જય શાહે PCB ચીફ રમીઝ રાજાને IPL ફાઇનલ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ અંગત કારણોસર તે આવી શક્યો નહોતા. ગત વર્ષે 2018માં એશિયા કપનું આયોજન UAEમાં કરાયું હતું. જેમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટાઈટલ પોતાને નામ કર્યું હતું.

PCBના નવા અધ્યક્ષ રમીઝ રાજાની સિદ્ધિ
ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે તાજેતરમાં પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દીધી હતી. વળી પાકિસ્તાનને એશિયા કપ હોસ્ટ કરવાની તક મળી છે. PCBએ નવા અધ્યક્ષ રમીઝ રાજાએ આને એક મોટી સિદ્ધિ તરીકે જણાવી છે.

એશિયા કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે
ICC વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે, એટલે એશિયા કપનું આયોજન પણ એ જ વર્ષે કરાશે. વળી આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ પણ રમાવા જઈ રહ્યો છે. વળી એશિયા કપ આ મોટી ટૂર્નામેન્ટ સાથે મેળ ખાતી હોવાથી ACC આ ગ્લોબલ ઈવેન્ટ્સ પહેલા એશિયા કપને હોસ્ટ કરવા માગે છે.

BCCIએ પાકિસ્તાન જવાની ના પાડી હતી
2020માં એશિયા કપને હોસ્ટ કરવાની તક પાકિસ્તાન પાસે હતી, પરંતુ BCCIએ પાકિસ્તાન પ્રવાસ કરવાની ના પાડી હતી. PCBએ BCCIની ના પાડ્યા પછી શ્રીલંકા ક્રિકેટ સાથે હોસ્ટિંગ અધિકારીમાં ફેરફાર કરી હતી. પરંતુ કોરોના મહામારીના પરિણામે SLC 2020 અને 2021 બંને ટૂર્નામેન્ટ હોસ્ટ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...