તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિસ શ્રીકાંતની કલમે:પાકિસ્તાનને નિરંતરતાની જરૂર, બાબર આઝમ પર સૌની નજર

મુંબઇએક વર્ષ પહેલાલેખક: ક્રિસ શ્રીકાંત
  • કૉપી લિંક
બધાની નજર બાબર આઝમ પર છે, જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવાના પ્રયાસ કરી રહ્યો છે.  - Divya Bhaskar
બધાની નજર બાબર આઝમ પર છે, જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવાના પ્રયાસ કરી રહ્યો છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ કરાવવા માટે હું ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને પાકિસ્તાનનો આભાર માનીને આ લેખની શરૂઆત કરવા માગું છું. આજની અલગ અને મુશ્કેલ પરિસ્થિતિમાં તમામ પ્રકારના નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવા માટે અત્યંત શિસ્ત અને આત્મનિયંત્રણની જરૂર હોય છે. અનેક પ્રતિબંધો અને મેચ પ્રેક્ટિસ વગર છ ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન પ્રશંસાને લાયક છે.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની આગામી ટી20 સીરીઝમાં આપણને ખેલાડીઓનું વધુ સારું પ્રદર્શન જોવા મલશે. સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે છે. યજમાન ટીમ માટે આ સીરીઝ અલગ પડકાર લાવશે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ તેમાં પ્રદર્શન સાથે ખુદને IPL માટે તૈયાર કરશે. જ્યારે પાકિસ્તાન પાસે પોતાનાં યુવાન ખેલાડીઓને તક આપીને એક એવી ટીમ બનાવવા આગળ વધવાનું છે, જેના પર ગર્વ થઈ શકે. ફરી એક વખત બધાની નજર બાબર આઝમ પર છે, જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવાના પ્રયાસ કરી રહ્યો છે. (ટીસીએમ)

અન્ય સમાચારો પણ છે...