તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistan Head Coach Misbah Ul Haq Corona Positive Will Not Return To Lahore Will Have To Be Quarantined In Jamaica For 10 Days

મિસ્બાહ ઉલ હક કોરોના પોઝિટિવ:પાકિસ્તાની હેડ કોચ લાહોર પરત નહીં ફરે, 10 દિવસ જમૈકામાં જ ક્વોરન્ટીન રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મિસબાહમાં હજુ સુધી કોવિડના લક્ષણ જણાયા નથી. તેમને જમૈકામાં 10 દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે. - Divya Bhaskar
મિસબાહમાં હજુ સુધી કોવિડના લક્ષણ જણાયા નથી. તેમને જમૈકામાં 10 દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે.
  • બીજી ટેસ્ટમાં પાકિસ્તાન 109થી જીત્યું, ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

પાકિસ્તાને બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. જોકે, પાકિસ્તાની ટીમ આ જીતનો ઉત્સવ મનાવે એ પહેલા તેમની ટીમના હેડ કોચ મિસ્બાહ ઉલ હક કોરોના પોઝિટિવ આવ્યા છે.

મિસ્બાહ ઉલ હકમાં કોવિડના એકપણ લક્ષણ જણાયા નહીં
પાકિસ્તાની ટીમના ખેલાડીઓના નિયમિત કોવિડ ટેસ્ટ દરમિયાન, મિસ્બાહ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તેઓ હવે એસિમ્પટોમેટિક છે, એટલે કે તેની તબિયત સંપૂર્ણપણે ઠીક છે. મિસ્બાહ બાકીની ટીમ સાથે લાહોર પરત ફરી શકશે નહીં. તેને જમૈકામાં જ 10 દિવસ માટે ક્વોરન્ટીન થવું પડશે.

ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ
મિસ્બાહ સિવાય પાકિસ્તાન ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝથી પાકિસ્તાનની વિદાય પહેલા દરેક વ્યક્તિએ બે વખત કોવિડ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. તેમાંથી માત્ર મિસ્બાહ પોઝિટિવ જણાયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ અંગે માહિતી આપી છે.

બીજી ટેસ્ટમાં પાકિસ્તાન 109થી જીત્યું
બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 109 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મેચમાં 94 રન આપી 10 વિકેટ લીધી હતી. છેલ્લા દિવસની ગેમમાં તેણે 4 વિકેટ લીધી હતી. તેના સિવાય નૌમન અલીએ 3 અને હસન અલીએ 2 વિકેટ લીધી હતી. વળી વેસ્ટ ઇન્ડીઝે પહેલી ટેસ્ટ 1 વિકેટથી જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...