પાકિસ્તાની ક્રિકેટર સામે રેપનો આક્ષેપ:યાસિર શાહ વિરુદ્ધ 14 વર્ષની સગીરાએ FIR નોંધાવી; કહ્યું- ફ્લેટ અને ગાડીની લાલચ આપી; ચૂપ રહેવા માટે ધમકીઓ પણ આપી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાસિરે અત્યારસુધી 46 ટેસ્ટ રમી છે અને 31.09ની એવરેજથી કુલ 235 વિકેટ લીધી છે

પાકિસ્તાનનો દિગ્ગજ લેગ સ્પિનર ​​યાસિર શાહ મુશ્કેલીમાં મુકાયો છે. એક 14 વર્ષની સગીર છોકરીએ તેની સામે રેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. યાસિર વિરુદ્ધ ઈસ્લામાબાદમાં FIR પણ નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાસિર શાહના મિત્ર ફરહાન વિરુદ્ધ પણ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

યાસિર શાહ પાકિસ્તાની ટેસ્ટ ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તેણે અત્યારસુધી 46 ટેસ્ટ રમી છે અને 31.09ની એવરેજથી કુલ 235 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેના નામે એક સદી પણ છે.

યાસિર વિરુદ્ધ દાખલ FIRની તસવીર.
યાસિર વિરુદ્ધ દાખલ FIRની તસવીર.

FIRમાં યુવતીએ કહ્યું- યાસિરે 18 વર્ષ સુધી ખર્ચ ઉઠાવવાનું કહ્યું હતું
યુવતીએ FIRમાં ફરિયાદ કરી છે કે "યાસિરના મિત્ર ફરહાને ગન પોઈન્ટ પર મારી સાથે બળાત્કાર કર્યો હતો અને ફિલ્મ પણ ઉતારી હતી. ત્યાર પછી તેણે આની સહાયથી મારા પર સતત ટોર્ચર કર્યું હતું. જ્યારે મેં આ અંગે યાસિર સરને વ્હોટ્સએપ પર ફરિયાદ કરી તો તેણે મારી મજાક ઉડાવી અને મને કહેવાનું શરૂ કર્યું કે મને પણ સગીર છોકરીઓ પસંદ છે.

યાસિરે કહ્યું હતું કે હું ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છું, મોટા અધિકારીઓને ઓળખું છું. યાસિર અને ફરહાન સગીર છોકરીઓ પર બળાત્કાર કરે છે અને તેનો વીડિયો બનાવે છે. તેણે મને વચન આપ્યું હતું કે તે મારા માટે એક ફ્લેટ ખરીદશે અને આગામી 18 વર્ષ સુધી મારો ખર્ચ ઉઠાવશે.

ઇસ્લામાબાદ પોલીસે યાસિર વિરુદ્ધ FIRની પુષ્ટિ કરી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ સગીર છોકરીનો મેડિકલ ટેસ્ટ હાથ ધરાશે અને ત્યાર પછી આગળ કાર્યવાહી હાથ ધરાશે. સગીરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે યાસિર ફોન પર તેને કોઇપણ પ્રકારના ઘટસ્ફોટ ન કરવાની ધમકી આપતો હતો. તેણે મને ફરહાન સાથે લગ્ન કરવાની ટકોર પણ કરી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

14 વર્ષની સગીરાના કાકાએ પણ પોલીસને નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ફરહાનને સગીરાનો ફોન નંબર યાસિર શાહે જ આપ્યો હતો. ત્યાર પછી ફરહાન તેની સાથે રોજ વાતો કરતો હતો. આ દરમિયાન તેણે ગન પોઈન્ટ પર સગીરા સાથે રેપ કર્યો છે. યાસિરે સતત સગીરા સામે દબાણ કર્યું કે ફરહાન જોડે લગ્ન કરી લે. જ્યારે તેણે ના પાડી દીધી તો યાસિરે ચૂપ રહેવાની ધમકી પણ આપી હતી.

યાસિર (પાછળ) અને તેનો દોસ્ત ફરહાન
યાસિર (પાછળ) અને તેનો દોસ્ત ફરહાન

બાબર આઝમ સામે પણ જાતીય શોષણનો આક્ષેપ લાગ્યો હતો
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ સામે પણ જાતીય શોષણનો આક્ષેપ લાગી ચૂક્યો છે. એક મહિલાએ બાબાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેણે 10 વર્ષ સુધી મારું શોષણ કર્યું અને ધમકી પણ આપતો હતો. મહિલાના જણાવ્યા પ્રમાણે બાબરે તેની સાથે લગ્ન કરવાના ખોટાં વચનો આપ્યાં હતાં અને તે પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ હતી. ત્યાર પછી બાબરે તેને ધમકી આપી મારપીટ કરી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે બાબર અને તે એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અને એક જ શેરીમાં રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...